Western Times News

Gujarati News

ગોધાવીના કરોડોની જમીન કૌભાંડમાં બિલ્ડર રમણ પટેલે કહ્યુંઃ મને ખોટી રીતે ફસાયો છે

પ્રતિકાત્મક

ખેડૂત શત્રુધ્નદાસજી ફેબ્રુઆરી ૧૯૯૧ મૃત્યુ પામ્યા હતા. તેમની આ જમીનના વારસદાર તરીકે તેમનો પુત્ર ગોરધનદાસજીના નામના બદલે આરોપીના સરયુદાસ બાવા નામની વ્યકિતના ખોટા ડોકયુમેન્ટનો ઉપયોગ કરીને વારસાઈ નોધ કરાવી હતી.

આરોપીના વકીલે મુદત માગી, સોમવારે સુનાવણી યોજાશે

(એજન્સી)અમદાવાદ, ગોધાવી જમીન કૌભાંડ કેસમાં ઝડપાયેલા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે ચાર્જશીટ બાદ જામીન માટે અરજી કરી છે. આ મામલે આજે સુનાવણી હતી. જોકે, આરોપીને વકીલે મુદત માગતા વધુ સુનાવણી સોમવારે યોજવામાં આવશે.

બીજી તરફ પોલીસે આરોપીને જામીન ન આપવા એફીડેવીટ રજુ કરી દીધી છે. ગોધાવીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં ઝડપાયેલા રમણ પટેલે એડવોકેટ મનીષ ઓઝા મારફતે રેગ્યુલર જામીન માટે અરજી કરી એવી રજુઆત કરી હતી કે,ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે મારો કોઈ જ રોલ નથી આખો કેસ દસ્તાવેજી પુરાવા પર આધારીત છે. તેથી સાક્ષી ફોડવાની કે અન્ય કોઈ ચેડાં કરવાની શકયતા નથી.

હું વૃદ્ધ છું અને બીમાર છું આ મામલે પોલીસે તપાસ પુર્ણ કરી ચાર્જશીટ પણ કરી દીધી છે તેથી સાક્ષી ફોડવાની કે પુરાવા સાથે ચેડાં થવાની કોઈ જ શકયતા નથી કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. અને કોર્ટે જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું તેથી કોર્ટે જામીન પર મુકત કરવો જોઈએ.

પોલીસે એફીડેવીટ રજુ કરી એવો વાંધો ઉઠાવ્યો છે કે, ગોધાવી ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીનની ડમી વારસાઈના ડોકયુમેન્ટ બનાવીને ડમી વારસાઈના ડોકયુમેન્ટ બનાવીને પચાવી પાડી છે.

ખેડૂત શત્રુધ્નદાસજી ફેબ્રુઆરી ૧૯૯૧ મૃત્યુ પામ્યા હતા. તેમની આ જમીનના વારસદાર તરીકે તેમનો પુત્ર ગોરધનદાસજીના નામના બદલે આરોપીના સરયુદાસ બાવા નામની વ્યકિતના ખોટા ડોકયુમેન્ટનો ઉપયોગ કરીને વારસાઈ નોધ કરાવી હતી. આ જમીન ખોટા દસ્તાવેજ દ્વારા રમણ પટેલ અને દશરથ પટેલે વેચાણ દસ્તાવેજ કરાવીને કૌભાંડ આચર્યું છે. ત્યારે આરોપીને જામીન પર મુકત ન કરવો જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.