આ શિયાળામાં ખાંસીનો અકસીર આયુર્વેદિક ઈલાજ
આ રોગની વિશેષતા ગણો તો તે અને રોગના હુમલા જે તેમને થતાં તે એટલા વિચિત્ર હતા કે તેમની દમ-શ્વાસની તકલીફ અધિક થઈ જતી. ઉનાળા કરતા શિયાળામાં-ચોમાસામાં દમની તકલીફ તેમને વધુ થતી. તેમાં પણ જો તેઓ શિયાળામાં મુસાફરી કરે તો ધૂળ- રજની એલરજીને લીધે થતા જો સેજ પણ ચોમાસામાં વાતાવરણ બદલાય એટલે કે વાદળા થાયતો તેઓ આ રોગથી ત્રાસીને ત્રાહિમામ પોકારી ઉઠતા.
ગુજરાતમાં જૂન જૂલાઇથી વરસાદ ચાલુ થાય છે. દમના ઘણા દર્દીઓ એવા પણ છે કે જેઓને દમની તકલીફ પ્રથમ વરસાદ થતાં જ માટી ભીંજાયને સુગંધ આવે કે તરતજ દમની તકલીફ થાય છે.
મારા એક સંબંધી ચારેક મહિના પેહલા ચિંતાતુર વદને મને મળવા આવ્યા. તેવો વકીલ હતા થોડી ઘણી વાતચીત બાદ. એમને એમની અસ્થમાની તકલીફબતાવતા કહ્યું કે ધીમે ધીમે આ તકલીફ વધતી જાય છે.દમની આ તકલીફ વારસાગત હોવાનું તેમણૅ ક્યાંકથી સાંભળ્યું હતું.આ દમની તકલીફ છેલ્લા ૧૫ વર્ષથી તેમણૅ હથી. તેમણૅ તમામ પેથોલોજીકલ રિપોટ્ર્સ કરાવ્યા હતા
અને તમામ પ્રકારની દેશી, વિલાયતી, હોમીઓપથી ની તમામ પ્રકારની દવાઓ કરેલ ચરી પણ નિયમિત પાળતા. દમની એલર્જી માટેની રસી પણ લીધેલી. પાશ્ચાત્ય ડોક્ટરોએ કહેલ કે રજની એલરજી આ રીર્સીથી દૂર થશે પણ તેમાં પણ કઈ ખાસ ફેર નોહ્તો. ઇન્હેલર પંપના લગાતાર અને સતત ઉપયોગ કરવા છતાં પરિણામ ન મળવાથી કંટાળી ગયા હતા જેથી છાતીમાં દુખાવો થતો હતો.
૨ વખત ઈલાજ માટે અમેરિકા જઈ આવ્યા હતા ત્યાં પંડવાઓ અને ઈલાજ કરવા છતાં ખાસ ફેર પડતો ન હતો. ધીમે ધીમે શરીર હશ-ક્ષીણ-નબળું પડતું જતું હતું. શક્તિનો અભાવ એટલે અશક્તિ અને બેચેની વધતી જતી હતી,કામ કરવાનું મન થતું ન હતું. આ તમામ લક્ષણો સ્વાભાવિક હતા કારણ કે આ રોગ સામે લડતા લડતા કોઈ પણ મનુષ્યની રોગ પ્રતિકારક અને જીવનીય શક્તિ ઓછી થતી જાય છે.
તેમના બાળકોમાં પણ શરદી કફની પ્રકૃતિ હતી. બાળકોમાં પણ શરદી કફની તકલીફ ઉંમર વધતા વધતી જતી હતી.એમને પણ દમની તકલીફ થઈ જશે એવી ચિંતા ડર સતત રહ્યા કરતો હતો. આ બધી તકલીફો એમની ચિંતાનું મુખ્ય કારણ હતું. તેમને અને તેમના બાળકોમાં સ્નીઝીંગની તકલીફ એટલે કે છીંકો, ઉધરસ,નાકમાંથી પાણી પડવું, ખાસી વગેરે વધતું જતી હતી.
અચાનક એમને યાદ આવ્યું કે ઘન વર્ષો પૂર્વે આવા જ દર્દીને લઈને અસ્થમાંની દવા કરાવવા મારા પૂ.પિતાજી કે જેવો અગ્રેસર વૈદ્ય હતાં તેમને મળ્યા હતાં. એમની કોઈક દવાથી આ શ્વાસ દમની તકલીફ દૂર થાય હતી. એમની આ વાતે મને એમની ચિકિત્સા કરવામેં એક નવી દિશા બતાવી. ત્રણેક દિવસની, દિવસ-રાતની શોધખોળના અંતે મને મારા બાપુજીના પેપર રેકોડ્ર્ઝમાંથી ‘કાસવિજય ચૂર્ણ’ અસ્થમાનો અકસીર ઉપાય પર લખેલા થોડા પેજીસ મળ્યા.
મેં તાત્કાલિક આ પાવડર બનાવ્યો. કાસવિજય ચૂર્ણ ની પડીકી બીજી કેટલીક દવાઓ સાથે એમની ચિકિત્સા શરુ કરી. આ દવાથી સ્નીઝીંગ તકલીફ, શ્વાસ ચડતો બેન્ડ થઈ ગયો. એવું આશ્ચર્યજનક પરિણામ જોય પછીતો આ કાસવિજય પડીકી વાળો પાવડર મોટા પ્રમાણમાં તાજેતરમાં હાલમાં બનાવી મારા દર્દીઓ માટે છૂટ થી ઉપયોગ કર્યે છીએ. તેઓ ખૂબજ આનંદિત થઈ મારા પિતાજીની આ દેનને યાદ કરે છે.
આ રોગના વિચિત્ર હુમલામાં એક ૩૦વર્ષની ઉંમરના બેનનો દાખલો આપું. આ બેનને શ્વાસનો હુમલો થયો કે તરતજ શ્વાસોશ્વાસ લેવા માટે બારી બારણાં ઉઘાડી નાખ્યા હતાં. નિષ્ણાત ચિકિત્સકે એડ્રિનાલીનનું ઈન્જેકશન અને ઓક્સિજન આપવાનું ચાલુ કર્યો. થોડા સમય માટે રાહત થઇ અને પછી પાછો હુમલો જણાયો. આ તબક્કે રોગીને આયુર્વેદિક સારવાર આપવાથી તુરંત લાભ જણાયો. આયુર્વેદમાં શ્વાસ માટે વપરાતું મનશીલ અને વનસ્પતિઓના ભાવ કૂદકે અને ભૂસકે વધતા જતા તેમાંથી બનતી દવાઓનો ભાવ વધતો જ રહે છે.
‘કાસવિજય ચૂર્ણ’ઃ કાસવિજય ચૂર્ણ જેમા તાલીસપત્ર, લવિંગ, તજ, જાવનત્રી, અક્કલગરો , શું. હિંગુલ, શું.વચ્છનાગ, જેઠીમધ શિરો, હળદર, દારૂ હળદર, કપૂર, જવક્ષાર, સોમકલ્પ,કડૂ, અપામાર્ગક્ષાર, નાગરમોથ, લોબાનના ફૂલ,સાકર, પુષ્કરમૂળ,એલચી, ભારંગમૂળ, સૂંઠ, મરી,પીપર, વાંસકપૂર, અરડૂસીનાં પાન, પિપ્પરીમૂળ, બાવળની છાલ, ભોંરીંગણીના મૂળનું ચૂર્ણ, પીળો શ્વાસકુટ્ટહાર રસ,મનશીલ,મરીયુક્ત, દરેક સરખા ભાગે લેવા.
આ ચૂર્ણ તમામ પ્રકારના અને નિયમિત સમયે વારંવાર થનારા દમ-શ્વાસ-ખાસી-સળેખમ વગેરેનું શમન કરવામાં ઉત્તમ છે. તે ઉપરાંત આ ચૂર્ણ કોઈ પણ પ્રકારનું કાસનું શમન કરે છે. ઘણા દર્દીઓમાં સેંકડો વખત ખાસવા છતાં કફ નીકળતો નથી. આ રોગથી ત્રાહિમામ પુકારી ઉઠતા દર્દીઓમાં ત્યારે થોડું ફીણ આવે છે, કોઈ કોઈને છાતીમાં કફ ચોંટેલો રહે છે પણ છૂટતો નથી. તેમને માટે પણ આ ચૂર્ણ આશીર્વાદ સમાન છે. પૈત્તિક ઉધરસમાં કંઠમાં બળતરા, મુખમાં શોષ, જળપણની ઈચ્છા થવી, કફ છાતીમાં સુકાય જવો તથા ખાસવાથી છાતી અને
પાંસળીઓમાં દર્દ થવું વગેરે લક્ષણો માલૂમ પડે છે. આ પ્રકારની ઉત્તેજક ઉધરસ પર આ ચૂર્ણ ફાયદો બતાવે છે, શૂષ્ક કફને શિથિલ કરીને બહાર કાઢે છે અને શ્લેષ્મિક કક્ષાની ઉગ્રતા સમાવે છે. તે સાથે કોઈ પણ પ્રકારની એલરજી માટે પણ આ ઉત્તમ ઔષધ છે.
ઉપચારઃ એલર્જી અથવા સંવેદનશીલતાની સંપૂર્ણ સ્થિતિ જાણવી. એલર્જિક શરદીમાં નાકમાંથી પાણી નીકળ્યાં કરવું, નાક વારંવાર બંધ થઈ જવું અને ક્યારેક ઝીણો તાવ પણ રહે છે. કઈ વ્યક્તિને કયા પદાર્થોની એલર્જી થાય છે તે જાણ્યા પછી એલર્જી કરનારાં કારણોથી દૂર રહેવું જોઈએ. ધુમાડો, રજ, હવા, પાણી અને માટી વગેરે વ્યક્તિની શ્વાસનળીમાં દાખલ થઈને એલર્જી શરદી, ખાંસી પેદા ના કરે એ માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો જોઈએ.
બદલાતી ઋતુમાં ઠંડીથી બચવા ગરમ કપડાં પહેરવાં, હાથપગમાં મોજાં પહેરવા, ખાંસી ખાતી વખતે મોં પર રૂમાલ અવશ્ય રાખો કે જેથી નજીકની સ્વસ્થ વ્યક્તિને તેની અસર ના થાય. એલર્જિક વિકારોથી દૂર રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. હળદરવાળું દૂધ, સૂંઠ નાંખીને ઉકાળેલું પાણી, પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ.
શેકેલા ચણા, ધાણી, ખજુર, સૂકો મેવો વગેરેનું પ્રમાણસર સેવન કરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમાં તબીબી સલાહ લઈને મહાલક્ષ્મીવિલાસ રસ, ત્રિભુવનકીર્તિરસ, ચંદ્રામૃતરસ, વ્યોષાદિવટી, શ્રૃંગભસ્મ, નું સેવન કરવું. બંને નસકોરામાં દિવેલ અથવા ષડિઁબિદુ તૈલનું નસ્ય લેવું. નિયમિત સવાર, સાંજ નાસ લેવો. સ્વિમીંગ ના કરવું. પંખાની સીધી હવા ના લેવી.
સિતોપલાદી ચૂર્ણ અને જેઠીમધ ચૂર્ણને સમાન ભાગે મેળવીને એક એક ચમચી બે વાર મધ સાથે લેવું. ઉધરસ વધારે પડતી હોય તો સૂંઠ અને ગંઠોડા વાળું દૂધ પીવું. હળદર વાળું દૂધ પણ લઈ શકાય. ઉધરસમાં એલાદીવટી લવંગાદીવટી, ખદીરાવટી કોઈ પણ એક મોંમા રાખીને ચૂસ્યાં કરવી. સૂંઠ, ફુદીનો, તુલસી, લવીંગ, આદુનો આહારમાં વધારે ઉપયોગ કરવો. એલર્જીક ઉધરસમાં બૃહત હરિદ્રાખંડ એક- એક ચમચી બે વખત લેવું.
દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવું જેથી ખાંસીમાં રાહત થાય છે. બહેડાની ગોળી, ચંદ્રામૃત રસ, સુતશેખર રસ, ભાગોતર વટી, મહાલક્ષ્મીવિલાસ રસ, પ્રવાલપિષ્ટી નિષ્ણાતની સલાહ મુજબ લઈને સેવન કરવાથી સત્વરે ફાયદો થાય છે. જેઠીમધ અને બહેડા પાવડર સરખા ભાગે મેળવીને એક ચમચી પાવડર મધ સાથે લેવાથી ફાયદો થાય છે.
લવિંગાદિવટી, એલાદીવટી અને ખદિરાદીવટી આમાંથી કોઈ એકનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવાથી ઉધરસનો વેગ ઓછો થાય છે ગંઠોડાનું ચૂર્ણ દૂધમાં નાખીને ઉકાળો પીવાથી ખાંસીમાં રાહત થાય છે. સૂકી ખાંસીમાં દશમૂળ કવાથને પાણી સાથે આપવાથી ફાયદો થાય છે.