Western Times News

Gujarati News

બાઈક ચોરી કરી ગયા બાદ ચોરનું હૃદય પરિવર્તનઃ બાઈક પરત મૂકી ગયો

(એજન્સી)સુરત, સુરતમાં ચોરના હૃદય પરિવર્તનનો આશ્ચયજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોર પાર્કિંગમાંથી બાઈક ચોરી કરી ગયા બાદ તે બાઈક પરત મૂકી ગયો હોવાનો મામલો સામલે આવ્યો છે. ઘટના સંદર્ભે બાઈક ચોરી કરતા અને બાઈક પરત પાર્ક કરતાં ચોરના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.

સુરતમાં ચોરના હૃદય પરિવર્તનનો આશ્ચયજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોર પાર્કિંગમાંથી બાઈક ચોરી કરી ગયા બાદ તે બાઈક પરત મૂકી ગયો હોવાનો મામલો સામલે આવ્યો છે. ઘટના સંદર્ભે બાઈક ચોરી કરતા અને બાઈક પરત પાર્ક કરતાં ચોરના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે.સુરતમાં બાઈક ચોરીની એક ઘટના બની હતી.

આ ઘટના બાદ બાઇકના માલિકે એક પોસ્ટ મૂકી હતી જે વાયરલ થઇ હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે “શ્રીમાન ચોર સજ્જનને માલૂમ થાય કે જ્યાં થી બાઈકની ચોરી કરી છે ત્યાં પાર્કિંગમાં ડાબી સાઈડના ખૂણામાં આરસીબુક અને ચાવી મુકેલ છે તો તમારા ટાઈમે આવી ને લઈ જજો અને સુખેથી ચલાવજો મારું ટેન્શન ના લેતા મારી પાસે સાયકલની વ્યવસ્થા છે.”

આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ હતી. આ બાદ અચાનક ચોરનું હૃદય પરિવર્તન થયું હતું. ચોર ચોરી કરીને લઈ ગયેલ બાઈક પરત તે સ્થળ પર મૂકી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.