પાયલટ ટ્રેનિંગ સંચાલન કરતી કંપનીને મહેસાણા પાલિકાની નોટિસ
મહેસાણા, મહેસાણા નગર પાલિકાએ વિમાન પાયલટ ટ્રેનિંગ સંચાલન કરતી બ્લ્યૂ રે એવીએશન કંપની પાસેથી વેરો વસૂલવા માટે નોટિસ ફટકારી છે. ચાલુ વર્ષે કુલ મળીને એવીએશન કંપની પાસેથે ૨.૧૨ કરોડ રુપિયાનો વેરો વસૂલવાનો થતો હતો.
આ વેરો ભરપાઈ કરવા માટે એક માસની મુદત આપી હતી. અગાઉ પાલિકાએ વેરો ભરવાને લઈ જાણ કરતા કંપની કોર્ટમાં પહોંચી હતી અને જ્યાં તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.
મહેસાણા શહેરમાં આવેલ વિમાન પાયલટ ટ્રેનિંગ સંચાલન કંપની પાલિકાનો વેરો નહીં ભરવાનો વિવાદ ચર્ચામાં છે. બ્લૂ રે એવીએશન કંપની પાસેથી વેરો વસૂલવા માટે મહેસાણા નગર પાલિકા નોટિસ આપી હતી. ૨ કરોડ ૧૨ લાખ રુપિયાનો વેરો કુલ ભરવાનો બાકી હોવાને લઈ એક માસની મુદત સાથે કંપનીને નોટિસ અપાઈ હતી.
અગાઉ બ્લ્યૂ રે એવીએશન કંપની વેરો પોતે ભરવા પાત્ર નથી એ માટે કોર્ટમાં પહોંચી હતી. પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
આમ હવે વેરો ભરવાને લઈ પાલિકાએ નોટિસ ફરી એકવાર ફટકારી છે. જેમાં હવે વેરો નહીં ભરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. SS3SS