Western Times News

Gujarati News

ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રી, કોવિડના બે કેસ સામે આવ્યા

ગાંધીનગર, ગુજરાતમાં પણ એન્ટ્રી કરતાં ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં કોવિડના બે કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો, તેમણે દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી. તો બંને દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે.

કોરોના વાયરસે ફરી એકવાર વાપસી કરી છે. કોરોના વાયરસના નવા સબ-વેરિઅન્ટે વિશ્વમાં ફરી એકવાર ટેન્શન વધાર્યું છે. ભારતમાં કેરળમાં આ વાયરસના કેસ સામે આવ્યા હતા. ત્યારે કોરોનાએ ગુજરાતમાં પણ એન્ટ્રી કરતાં ફરી ચિંતા વધારી છે.

રાજ્યમાં કોવિડના બે કેસ સામે આવ્યા છે. આ બંને કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. બે મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાલ બન્ને દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ છે.

બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીની વાત કરીએ તો, તેમણે દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી.
તો બંને દર્દીઓની તબિયત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.