Western Times News

Gujarati News

શંકાસ્પદ સીમેન્ટના જથ્થા સાથે એક ઈસમની અટકાયત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એ.એ.ચૌધરી તથા પોલીસ ઈન્સપેક્ટર એમ.વી.તડવીએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ અંકલેશ્વર શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલીમ દરમ્યાન અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સક્રિય ભૂમિકા હાથઘરી હતી.

આ દરમ્યાન બાતમીના આધારે ખાપર નંદુરબાર ખાતેથી ટાટા ટ્રક નંબર જીજે ૧૭ એક્સ એક્સ ૧૮૯૦ માં વગર બીલ અને બિલટી વગરની શંકાસ્પદ સીમેન્ટની બેગો ચૌટા બજાર અંકલેશ્વર ખાતે આવનાર છે જે માહિતી આધારે વોચમાં રહેતા બાતમી મુજબની ટાટા ટ્રક નંબર જીજે ૧૭ એક્સ એક્સ ૧૮૯૦ આવતા તેને રોકી ચેક કરતા તેમાં અલ્ટ્રાટેક સીમેન્ટની બેગ નંગ ૫૦૦ મળી આવી હતી.

આ સિમેન્ટ અંગે અલ્ટાર્ટક સીમેન્ટ કંપનીની બેગના ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા સંતોષકારક જવાબ મળ્યો હતો નહી.અલ્ટ્રાટેક સીમેન્ટની બેંગ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાઈ આવતા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઈસમને સી.આર.પી.સી કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરવામાં બાવેલ અને બાગળની વધુ તપાસ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા કરવામાં આવી રહેલ છે.

પોલીસે સિમેન્ટ અને ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા ૧૪ લાખ નો મુદ્દામાલ કબ્જે કરી મુઝાહિદહુશેમ ગુલામહુશેન મકરાણી ઉ.વ.૩૨ રહેવાસી રાજમોઈ બડી, તા.અક્કલકુવા,જી.નંદુરબારની અટકાયત કરી વધુ પૂછપરછ હાથઘરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.