Western Times News

Gujarati News

૨૬મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહની હિંમતને શ્રદ્ધાંજલિ

અરવલ્લી જિલ્લાના સાકરિયા પ્રાથમિક શાળા ખાતે “વીર બાળ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

પ્રતિનિધિ મોડાસા, તારીખ ૨૬ ડિસેમ્બર આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો શીખ ધર્મના છેલ્લા અને ૧૦માં ગુરુ ગુરુ ગોવિંદ સિહંના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨થી ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.

અરવલ્લીના સાકરિયા પ્રાથમિક શાળા ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત માનનીય મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે; “દસમાં શીખ ગુરુ ગોવિંદસિંહજીના પરિવારની શહાદતને આજે પણ ઈતિહાસની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. નાના સાહેબજાદોની યાદ આવતા જ લોકોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે અને માથું ઝૂકી જાય છે.

દેશમાં પ્રથમ વખત આજે ૨૬મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહની હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે નાના બાળકોને સક્ષમ બનાવીએ અને નાણપણથી સારા સંસ્કાર અને તાલીમ આપીએ જેનાથી સુંદર ભવિષ્ય ઘડતરમાં ફાળો આપી શકીએ. “ વીર બાળ દિવસ નિમિત્તે વડાપ્રધાનશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું.

આ ક્રાયકર્મમાં અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર,ચેરમેન શિક્ષણ સમિતિ શાંતા બેન,જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રચાર્યા કે.ટી.પુરાણીયા,નાયબ ડીપીઓ શૈલેશ પટેલ,શિક્ષણ નિરિક્ષક જયેશ પટેલ,દશરથ નિનામા,મદદનીશ શિક્ષણ નિરીક્ષક જયેન્દ્ર ભટ્ટ,અન્ય પદાધિકારિશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.