નમકીનના બોકસમાં ભરેલો 10 લાખનો દારૂ જપ્ત
(એજન્સી)અમદાવાદ, ગુજરાત રાજયની પોલીસે બુટલેગરો પર ઘોસ બોલાવતા બુટલેગરો અવનવા કિમીયા અપનાવી રહયા છે. જોકે આ કિમીયા અપનાવીને દારૂ સપ્લાય કરે તો પહેલા જ પોલીસે તેને નિષ્ફળ બનાવી લાખો રૂપિયાના દારૂનો જથ્થો પકડી બુટલેગરો પર તવાઈ બોલાવી રહી છે. અમદાવાદ ગ્રામ્યની કણભા પોલીસ એક એસ્ટેટના ગોડાઉનમાંથી નમકીનના બોકસમાં ભરેલો ૧૦ લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે રેડ કરતા જ એક આરોપી ત્યાંથી ભાગી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં સનાથલ સર્કલ પાસેથી પોલીસ એક ટેમ્પોમાં રાખેલા વાદળી બેરલમાંથી એક લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપ્યો હતો.
બુટલેગરે પોલીસને શંકા ન જાય તે માટે ટ્રાન્સપોર્ટ દ્વારા બેરલમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે રેડ કરીને આ દારૂનો જથ્થો બુટલેગર પપાસે પહોચે તે પહેલા જ કબજે લઈને કાર્યવાહી કરીર હતી. ત્યારે બુટલેગરોએ આવા અવનવા કિમીયા અપનાવતા પોલીસે સતત બાજ નજર રાખી રહી છે.
તેવામાં કણભા પોલીસે બાતમીના આધારે નમકીનના બોકસમાં છુપાવેલો દારૂનો જથ્થો કબજે કર્યો છે. કણભા પીએસઆઈભ જે.યુ.કલોત્રાને બાતમી મળી હતી. કે કણભાના ભાટપુરા ગામની સીમમાં આવેલા શ્રી હરી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ૬ નંબરના પ્લોટના ગોડાઉનમં દારૂનો જથ્થો છુપાવેલો છે. જેથી પોલીસે ત્યાં રેડ કરતા જ પોલીસને જોઈને એક શખ્સ ફરાર થયો હતો. પોલીસે આ રેડમાં ૧૦ લાખનો ર૭૦૦થી વધુ બોટલ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. દારૂના કટીગ માટે રખાયેલી ગાડી સહીત કુલ રૂ.૧૧ લાખનો મુદામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે બુટલેગરે આ ગોડાઉન દારૂનો જથ્થો છુપાવી રાખવા અને ત્યાં કટીગ કરવા માટે ભાડે રાખ્યું હતું આ તમામ દારૂનો જથ્થો રાજસ્થાન અને મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો ૩૧ મી ડીસેમ્બરની પાર્ટીમાં સપ્લાય કરવા લવાયો હોવાનું પોલીસનું માનવું છે.