Western Times News

Gujarati News

માનવ તસ્કરીના સોદાગરને પકડવા ગુજરાત પોલીસ સક્રિય

ફ્રાન્સનો ‘ડોન્કીફલાઈટ’ કેસઃ એજન્ટોને રૂ.૧.રપ કરોડ સુધી ચૂકવાયા હતા -ફલાઈટના મોટાભાગના પેસેન્જર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જીલ્લાના હતા

(એજન્સી)અમદાવાદ, ફ્રાન્સમાં તાજેતરમાં ૩૦૩ ભારતીય પેસેન્જર સાથેનું નિકારગુઆ જતું વિમાન અટકાવતા પ્રકાશમાં આવેલા માનવ તસ્કરીના નેટવર્ક મામલે ગુજરાત પોલીસ માસ્ટરમાઈન્ડસને જબ્બે કરવા કમર કસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં પેસેન્જરોએ સાઉથ અમેરીકાથી અમેરીકની દક્ષીણ બોર્ડર સુધી પહોચવામાં મદદ માટે એજન્ટોને રૂરા.૪૦ લાખથી ૧.રપ કરોડ સુધીની રકમ ચુકવી હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના પેસેન્જર બનાસકાંઠા, હતા. ફલાઈટના અન્ય પેસેન્જરો પૈકી મોટાભાગના પંજાબના હતા. ગુજરાત પોલીસ પંજાબમાં પણ તપાસ કરી શકે છે.

યુએઈથી ઉપડેલું અને ફ્રાન્સમાં રીફયુઅલીગ માટે ઉતરેલું એઅરબસ એ–૩૪૦ ચાર્ટડ પ્લેન માનવ તસ્કરીની બાતમીના પગલે અટકાવાયું હતુ. પોલીસે એ પણ જાણવા માગે છે. કે આ પેસેન્જરો એજન્ટાના સંપર્કમાં કેવી રીતે આવ્યા ? કે પછી એજન્ટોએ સામેથી તેમનો સંપર્ક કર્યો હતો કે કેમ ? નિકારગુઆ પહોચ્યા પછી તેમનો શું પ્લાન હતો ? આ રીતે અત્યાર સુધીમાં કેટલા લોકો અમેરીકાસહીત વિદેશ ગયા છે? સીઆઈડીને હજુ સુધી આ નેટવર્કમાં સંડોવાયેલા એજન્ટોની કાચી માહિતી મળી છે. પેસેન્જરોની પુછપરછ પછી તે જ તેને વધુ વિગતો મળી શકે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઈલીગલ ઈમીગ્રેશન સાથે સંકળાયેલા એજન્ટો ભેગા મળીને કામ કરતા હોય છે. ગગામ કે જીલ્લા કક્ષાએ કામ કરતા એજન્ટો ઈન્ટરનેશનલ લેવલે સક્રીય સુત્રધારના પ્યાદા હોય છે. જેઓ કેવી રીતે ઓપરેટર કરે છે તેનું ગુજરાત પોલીસ તપાસ કરીને સ્પષ્ટ ચિત્ર મેળવશે. દરમ્યાન, ભારતીય વિદેશ મંત્રાલે જણાવ્યા પ્રમાણે ફલાઈટમાંના મોટાભાગના ભારતીય પ્રવાસીઓ પાછા ફરી ચુકયા છે. અને જે ભારતીયો ફ્રાન્સમાં રોકાયા છે. તેઓ ભારત સરકાર પાસે મદદ માગશે તો તેમને કોન્સયુલર એકસેસ અપાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.