Western Times News

Gujarati News

દ.આફ્રિકાએ ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલ સામે કેસ કર્યો

તેલ અવીવ, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુધ્ધનો દુનિયાના ઘણા દેશો વિરોધ કરીને યુધ્ધ વિરામની માંગ કરી રહ્યા છે.

જાેકે દક્ષિણ આફ્રિકા તો એક ડગલુ આગળ વધ્યુ છે. તેણે ઈન્ટરનેશનલ કોર્ટમાં ઈઝરાયેલની સામે કેસ દાખલ કરીને ગાઝામાં પેલેસ્ટાઈનના લોકોનો નરસંહાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સાઉથ આફ્રિકાએ પોતાની પિટિશનમાં માંગ કરી છે કે, છેલ્લા ત્રણ મહિનાથી ઈઝરાયેલ દ્વારા થઈ રહેલો બોમ્બ મારો એક પ્રકારનો યુધ્ધ અપરાધ છે.

જેને તરત રોકવામાં આવે.ઈઝરાયેલની સેના પેલેસ્ટાઈનને એક દેશ તરીકે ખતમ કરાવના ઈરાદે કાર્યવાહી કરી રહી છે. આ સંજાેગોમાં કોર્ટે ઈઝરાયેલને ગાઝામાં સૈન્ય ઓપરેશન રોકવા માટે વચગાળાનો આદેશ આપવો જાેઈએ. ગાઝામાં ઈઝરાયેલ ઈન્ટરનેશનલ કાયદાઓના ધજાગરા ઉડાવી રહ્યુ છે અને હુમલા કરી રહ્યુ છે. જેનાથી પેલેસ્ટાઈનના લોકોની સુરક્ષા કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ ઈઝરાયેલે જવાબ આપતા કહ્યુ છે કે, સાઉથ આફ્રિકા અમને બદનામ કરી રહ્યુ છે. હમાસે અમારી સાથે જે પણ હરકત કરી હતી તે દુનિયાએ જાેઈએ છે. અમે હમાસને ખતમ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અમે સૈન્ય ઓપરેશન દરમિયાન સામાન્ય લોકોને બચાવવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે.

અમારી લડાઈ ત્યાંના લોકો સાથે નથી પણ હમાસ સાથે છે. હમાસના આતંકીઓ ગાઝામાં લોકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. હમાસના આતંકીઓ સંતાવા માટે સ્કૂલો, હોસ્પિટલો અને રેફ્યુજી કેમ્પનો સહારો લઈ રહ્યા છે. અમારી સેના નહીં પણ હમાસના આતંકીઓ યુધ્ધ અપરાધી છે. કારણકે તેઓ સામાન્ય લોકોના જીવનને ખતરામાં નાખી રહ્યા છે. અમે તો ગાઝાના લોકોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની પણ કોશીશ કરી રહ્યા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.