Western Times News

Gujarati News

ભરૂચના ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

ભરૂચ, ભરૂચ તાલુકાનાં ચવાજ ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર આદિ નામનાં યુવકે હિંદુ નામ રાખી આઈડી બનાવ્યું હતું. જે બાદ યુવકનો સોશિયલ મીડિયા મારફતે યુવતી સાથે સંપર્ક થતા બંને વચ્ચે મેસેજની આપલે શરૂ થઈ હતી. ત્યારે યુવક દ્વારા પોતે પરણીત હોવાની માહિતી છુપાવી યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.

આ સઘળી હકીકતની યુવતીને જાણ થતા યુવતિએ ચાવજ ગામે જઈ યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર બનાવ બાબતે ભરૂચ એસપીને જાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

ભરૂચ તાલુકાનાં એક ગામે રહેતી યુવતી નોકરી અર્થે ભરૂચ આવતી હતી. ત્યારે યુવતી સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતી હતી. ત્યારે યુવતીની મુલાકાત સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામનાં યુવક સાથે થઈ હતી. જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.જે થોડા સમય બાદ પ્રેમમાં પરિણમી હતી.

ત્યારે થોડા સમય બાદ યુવતીને માલુમ પડ્યું કે તેણે જેની સાથે મિત્રતા કરી છે તેનું સાચુ નામ આદીલ પટેલ છે અને તે ચાવજ ગામનો રહેવાસી છે. તેમજ તે પરણીત હોવાનો ખુલાસો થતા યુવતી ચોંકી ઉઠી હતી. આ બાબતે ચાવજ ગામનાં સરપંચ ઝીણા ભરવાડે જણાવ્યું હતું કે, મને એક હિન્દુ સંગઠનનાં વ્યક્તિનો ફોન આવ્યો હતો.

તે તમારા ગામમાં માથાકૂટ થઈ છે. જેથી હું તાત્કાલીક સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં યુવતી અને યુવાન બંને પક્ષોની વાતચીત સાંભળી હતી. તેમજ યુવક દ્વારા પોતાની ભૂલને સ્વીકારી હતી. જે બાદ અમે યુવતીને કહેલ કે તારે ફરિયાદ કરવી હોય તો કહો અમે તમને બનતી તમામ મદદ કરીશું. તેમ જણાવ્યું હતું. જે બાદ મહિલા સંગઠનમાંથી આવેલા એક બેન યુવતીને લઈ જતા રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.