Western Times News

Gujarati News

નડિયાદમાં વાણિયાવાડ સર્કલ હટાવાયા બાદ વાહન ચાલકોને અકસ્માતની ભિતી વધી

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદના અતિમહત્વના રોડ એવા વાણિયાવાડ વિસ્તારમાં ટ્રાફિકને લઈને અંધાધૂધી સર્જાઈ છે. કારણ કે, છેલ્લા દોઢ માસ ઉપરાંતથી એટલે કે દિવાળી પહેલા અહીંયાના ચાર રસ્તા પર આવેલ સર્કલ કાઢી દેવામાં આવ્યું હતું અને ટ્રાફિક નિયમન જળવાઈ તે હેતુસર ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવ્યા છે.

પરંતુ લાંબા દિવસો બાદ પણ આ ટ્રાફિક સિગ્નલ ચાલુ ન કરાતા બપોરના સમયે આ વિસ્તાર જાણે રામભરોસે હોય તેવુ લાગે છે. ચાર રસ્તે કોણ ક્યાંથી વાહન લઇને આવે કાંઈ ખબર જ ન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સવાર, સાંજ તો ટીઆરબી હોય છે પણ બપોરના સુમારે ટ્રાફિક નિયમન ન થતાં કેટલાય વાહન ચાલકો અટવાય છે.

નડિયાદ શહેરમાં ટ્રાફિકને હળવો કરવા અને ભારણ ઓછું કરવા દિવસ રાત ધમધમતા વાણીયાવાડ સર્કલને હટાવી આ ચાર રસ્તા પર ટ્રાફિકના સિગ્નલો મુકવામાં આવ્યા છે. લગભગ દિવાળી પહેલા આ સિગ્નલો મુકાયા હતા. આમ છતાં પણ આજે દોઢ માસ ઉપરાંતનો સમય વિતવા છતાં અહીંયા ટ્રાફિકના સિગ્નલો ચાલુ કરાયા નથી. જેના કારણે સવાર, સાંજ તો ટીઆરબી જવાનો અહીયા ટ્રાફિક નિયમન કરે છે. પણ બપોરના સુમારે ટીઆરબી જવાન ન હોય અહીંયા ટ્રાફીક નિયમન ખોરવાઈ જાય છે. અને લોકો મનફાવે એ રીતે કાર, મોટરસાયકલ, બસ અચાનક વાળી દેતા હોય છે.

ખાસ કરીને ટુવ્હિલર ચલાવતા સિનિયર સિટીઝનોને અહીયાથી પસાર થવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાંથી મોપેડ લઈને પસાર થતાં રજનીભાઇ નામના સિનિયર સિટીઝને જણાવ્યું કે, અહીંયા આ સર્કલ હટાવ્યા બાદ ચાર રસ્તા પર કોણ ક્યાંથી વાહન લઇને આવે કાંઈ ખબર જ નથી પડતી હું અહીંયા નજીકની સોસાયટીમાં રહું છું અને દિવસમાં અનેક વાર આ રસ્તાનો ઉપયોગ કરું છું. હાલ તો ડરી ડરીને રોડ ક્રોસ કરી મારે પેટલાદ રોડ તરફ આવવું પડે છે.

આ વિસ્તારમાં મંદિર, હોસ્પિટલ, કોલેજો આવેલ હોય રાત દિવસ આ વિસ્તાર નગરજનોની અવરજવરથી સતત ધમધમતો હોય છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ પણ અહીયાથી લોકો જતા આવતા હોય છે ત્યારે આ ટ્રાફિકનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે. છેલ્લા ઘણા માસથી સિગ્નલોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે પણ ચાલુ ન કરાતા દરરોજ બપોરના સુમારે અહીયા ટ્રાફિકનુ નિયમન ખોરવાઈ જાય છે.

નડિયાદના ટ્રાફિક પેસાઈને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બપોરે દોઢ થી ચાર દરમિયાન ટ્રાફિક કર્મચારીઓ રિસેસમાં હોય આ સમયે ટ્રાફિકનો થોડોઘણો પ્રશ્નો ઊભો થાય છે. ટ્રાફિકના ઇલેક્ટ્રિકલ સિંગનલની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ટેસ્ટિંગ થઈ ગયું છે. જીબ્રા કોસીગ પણ લાગી ગયા છે અમે ટૂંક સમયમાં જ સિગ્નલો ચાલુ થઈ જશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.