Western Times News

Gujarati News

યુએસમાં યુવાનો માટે ૫૦૦થી વધુ હથિયાર ખરીદવા પર પ્રતિબંધ

વોશિંગ્ટન, અમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કુલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે ત્યારે હવે યુવાનો પર નવા બંદૂક કાયદામાં ૫૦૦થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગોળીબારની ઘટનાઓમાં વધારો થયો છે અને આવી ઘટનાઓમાં ઘણા લોકોના જીવ ગયા છે તેમજ શાળાઓમાં ગોળીબારની ઘટના પણ બની છે ત્યાર હવે એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે ગઈકાલે જણાવ્યું હતું કે નવા બંદૂક કાયદામાં યુવાનો ૫૦૦થી વધુ પ્રકારના હથિયારો ખરીદી શક્શે નહીં.

આ નવા કાયદા પ્રમાણે હવે કેલિફોર્નિયામાં બદૂકના માલિકો પાસે હવે એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક તેમજ જાહેર ઉદ્યાનો કે અન્ય સ્થળોએ તેમની સાથે હથિયારો લઈને જઈ શક્શે નહી, ભલે તેમની પાસે છુપાઈને લઈ જવાની પરમિટ હોય. આ પ્રતિબંધો આ અઠવાડિયે અમલમાં આવેલા રાજ્ય કાયદાનો ભાગ છે અને આ કાયદો તેમના માટે પણ લાગુ પડે છે જેઓ પહેલાથી જ અદાલતોમાં તપાસનો સામનો કરી રહ્યા છે.

જૂન ૨૦૨૨માં પસાર કરવામાં આવેલા બંદૂક કાયદો દાયકોમાં સૌથી વ્યાપક કાયદો તરીકે કહેવામાં આવ્યો હતો જેમાં ૨૧ વર્ષ કરતા ઓછી ઉમરના લોકો દ્વારા કોઈપણ બંદૂકની ખરીદી માટે વધારાની તપાસની જાેગવાઈઓ હતી, અમેરિકન પ્રમુખ જાે બાયડે ને આની પ્રંશસા કરતા તેને એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવતા કહ્યું હતું કે સરળ શબ્દોમાં કહીએ તો આ કાયદો જીવન બચાવી રહ્યો છે.

હજુ થોડા દિવસો પહેલા જ ૧૭ વર્ષના એક યુવકે સ્કુલમાં જ ગોળીબાર કર્યો હતો જેના પગલે સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરી હતી અને અન્ય પાંચ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ પહેલા પણ સ્કુલમાં ગોળીબારની ઘટનાઓ બની છે ત્યારે હવે આ નવા કાયદાથી આવી ઘટનાઓ ઓછી થવાની શક્યતા છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.