ગુજરાત યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ઉત્તિર્ણ છાત્રોને પદવી અપાઈ

અમદાવાદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીના અધ્યક્ષસ્થાને તેમજ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત યુનિવર્સિટીના પદાધિકારીઓ, અન્ય મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત યુનિવર્સિટીના 72મા પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાના ઉત્તિર્ણ છાત્રોને પદવી તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ દેશના અમૃતકાળમાં પ્રવેશ અને ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાનાં 75 વર્ષ નિમિત્તેના અમૃત મહોત્સવને અનોખો સુયોગ ગણાવી વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી મેળવનાર 51,000 થી વધારે યુવાઓને ઉજ્જવળ ભવિષ્ય અને ઉચ્ચ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટેના 4 સ્તંભમાં ‘યુથ પાવર’ પર કરેલ ફોકસનો સંદર્ભ આપતાં ઉત્તિર્ણ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે ‘વિકસિત ભારત’ ના નિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.