Western Times News

Gujarati News

ગાંવ ચલો અભિયાનઃ મુખ્યમંત્રી આ ગામમાં ભોજન કરશે અને રાત્રી રોકાણ કરશે

ભાજપના હોદ્દેદારો, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તાલુકા-જિલ્લાના પદાધિકારીઓ પણ જોડાશે

(એજન્સી)ગાંધીનગર, લોકસભા ચુંટણી ર૦ર૪ પુર્વ ભારતીય જનતા પાર્ટીએ વિવિધ જનકલ્યાણની યોજનાઓને જનજન સુધી પહોચાડવા માટે શરૂ કરેલા વિવિધ કાર્યક્રમોમાં હવે ગાંવ ચલો અભિયાન યોજવાની જાહેરાત કરી છે. Gaon Chalo Abhiyan: The Chief Minister will spend the night in Banaskantha

આ કાર્યક્રશમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો સાંસદો તાલુકા જીલ્લાના પદાધિકારીઓ પણ એક દિવસ અલગ અલગ વિસ્તારોમાં રાત્રી રોકાણ કરશે. ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત શહેરી વિસ્તારોમાં પણ આવા કાર્યકરો પ્રવાસી કાર્યકતા તરીકે રાત્રી રોકાણ કરી સંબંધીત ગામ કે વોર્ડના કાર્યકરો સાથે સંવાદ કરશે. સંગઠનની જાણકારી મેળવશે અને ચુંટણલક્ષી કામગીરી અંગેની જાણકારી મેળવશે.

પ્રદેશ ભાજપ દ્વારા રાજયમાં ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી દરમ્યાન દરેક ગામ અને શહેરી વિસ્તારોમાં ‘ગાંવ ચલો’ અભિયાન હેઠળ કાર્યકરોને સોપાયેલા ગામો વોર્ડમાં રાત્રી રોકાણ કરશે તેમ કહી અભીયાનમાં સંયોજક હિતેશ પટેલે યાદીમાં જણાવાયું છે. કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનીવારે બનાસકાંઠા જીલ્લાના જલોત્રા ગામમાં બપોર પછી પહોચશે અને અહી કાર્યકર્તાના નિવાસે જઈ ભોજન કરશે અને રાત્રી રોકાણ કરશે.

આ અભીયાનનો હેતુ અલગ અલગ વિસ્તારમાં કાર્યકર્તા અલગ અલગ વિસ્તારમાં જાય ત્યાંના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની લોકઉપયોગી યોજનાઓની જાણકારી આપશે.

જે તે કાર્યકર્તાને તેના મુળ ગામ અને બુથ સિવાયના અન્ય ગામ કે બુથમાં જવાનું રહેશે. આવા પ્રવાસી કાર્યકર્તાઓ ર૯,૧૬પ અને કન્વીનરો ર૭પ૩પ મળી કુલ પ૬૭૦૦ કાર્યકર્તાઓ આઠ મહાનગરો અને ૩૩ જીલ્લાના બુથમાં રાત્રી રોકાણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.