ભાજપના બક્ષીપંચના અગ્રણીઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કેમ કર્યુ?
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવેશના આગમને લઈને કોંગ્રેસમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ઓ.બી.સી સમાજ પ્રત્યે કરાયેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ગોધરા ખાતે શહેરના હાર્દસમા ચર્ચ સર્કલ ખાતે ભાજપ ઓ.બી.સી સમાજના અગ્રણીઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાધીના ઓબીસી સમાજ અને પી એમ મોદીના નિવેદનને લઈ ભાજપમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેના ભાગ રુપે ગોધરા શહેર ખાતે આજે ભાજપના બક્ષીપંચના અગ્રણીઓ દ્વારા એકઠા થઈને રાહુલ ગાંધીના પુતળાને દહન કરવામા આવ્યુ હતુ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ના ઓ.બી.સી સમાજ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિરુદ્ધ ના નિવેદન મામલે ઠેર ઠેર વિરોધ દેશભરમા જોવા મળી રહ્યો છે,પંચમહાલ જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા ગોધરા ના ચર્ચ સર્કલ પાસે રાહુલ ગાંધી ના પૂતળા નું દહન કરવાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા રાહુલ ગાધીના નિવેદનનો વિરોધ કરાયો હતો. કાર્યક્રમ મા પંચમહાલ ભાજપ પ્રમુખ સહીત અનેક ભાજપ અગ્રણીઓ જોડાયા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ હાય હાય ના સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો.