વિધર્મી યુવક યુવતિને લલચાવી ભગાડી જતા લોકોએ રસ્તા પર બેસી વિરોધ કર્યો
દીવ, વિધર્મી યુવક દ્રારા સંઘ પ્રદેશ દમણની યુવતીને ભગાવતા મામલો ઉગ્ર બન્યો હતો. દમણથી યુવતીના પરિવાર જનો અને હિન્દૂ સંગઠનો વલસાડ ખાતે આવી પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બિનવાડા ગામ ખાતે ગોઠવવામાં આવ્યો હતો. પરિવાર અને હિન્દૂ સંઘઠનો દ્રારા રસ્તા પર બેસી રસ્તો બંધ કરી દેવાતા વલસાડ જિલ્લા પોલીસ વડા અને દમણ પોલીસ દ્રારા તમામને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતેથી દસ દિવસ પહેલા પટેલ પરિવારની ૨૯ વર્ષીયા યુવતી ગુમ થઈ હતી. પરિવાર દ્વારા આ અંગે દમણ પોલીસને ફરિયાદ આપી હતી.
પરિવાર દ્વારા યુવતીની શોધ ખોળ કરતા યુવતી વલસાડ નજીક આવેલ ધુમાડિયા ગામના વિધર્મી યુવક ભગાડી લઈ ગયો હોવાની વાત સામે આવતા મોટી સંખ્યામાં યુવતીના પરિવારજનો અને હિન્દુ સંગઠનો બીનવાડા ગામ ખાતે પહોંચ્યા હતા.
બીનવાડા ગામ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોવાની જાણ પોલીસને થતા વલસાડ જિલ્લા પોલીસ તાત્કાલિક સ્થળ પહોંચી ગઈ હતી. મોટી સંખ્યામાં પરિવારજનો અને હિન્દુ સંગઠનો યુવકના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા તમામને અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પરિવારજનો અને હિન્દુ સંગઠને અટકાવવામાં આવતા પરિવાર અને હિન્દુ સંગઠનો દ્વારા રસ્તા ઉપર બેસી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.
ઘટનાની ગંભીતા જોઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડો કરનરાજ વાઘેલા તથા દમણ પોલીસ પર પહોંચી હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા દ્રારા પરિવારના સભ્યો તથા હિન્દુ સંગઠન અને સમજાવી સમગ્ર મામલો થારે પાડ્યો હતો.