સારા અલી ખાનનું 69 ફિલ્મફેર એવોર્ડ્સમાં ધમાકેદાર પફોર્મન્સ ચાહકોએ પસંદ કર્યુ
વર્ષની સૌથી વધુ અપેક્ષિત અને પ્રતિષ્ઠિત એવોર્ડ રાત્રીમાંની એક એવી, ફિલ્મફેરની 69મી આવૃતિએ બધાનું ધ્યાન ખેંચ્યું છે કે, કેમકે ટોચના સેલિબ્રિટી ગુજરાતના ગિફ્ટ સિટીમાં રેડ કાર્પેટ પર જોવા મળ્યા છે. તેને સિનેમાની કલાત્મક અને ટેકનિકલ શ્રેષ્ઠતાને સન્માનિત કરી અને એવોર્ડ નાઈટ દરમિયાન અસંખ્ય દિગ્ગજ કલાકારો, ફિલ્મ મેકર્સ અને ટેકનિશિયન્સને પ્રેરણાદાયી સફરને બિરદાવી છે, આ એવોર્ડ નાઇટ દરમિયાન હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેટલા જાણિતા નામોએ તેમનું જોરદાર પફોર્મન્સ આપ્યું. બધાની આંખો ઝી ટીવી પર મંડાયેલી છે, કેમકે પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ્સ આ નેટવર્ક પર પ્રસારિત થશે. 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024 પ્રસારિત થશે 18મી ફેબ્રુઆરી રાત્રે 9 વાગ્યાથી ઝી ટીવી, ઝી અનમોલ, ઝેસ્ટ, ઝીંગ પર.
સારા અલી ખાનના એક્ટની રસપ્રદ બાબત એ હતી કે, એવોર્ડ્સના ગીતો તેના ચાહકો દ્વારા સોશિયલ મિડીયા પર પસંદ કરવામાં આવ્યા હતા અને તેમાંથી કેટલાક લોકો તો તેનું લાઈવ પફોર્મન્સ જોવા માટે ગ્રાઉન્ડ પર હાજર પણ રહ્યા હતા! તેને પફોર્મન્સ બાદ તેમની સાથે વાત કરી અને તેમના પ્રેમ તથા સપોર્ટ માટે તેમનો આભાર પણ માન્યો. સારાના એક્ટમાં તેરે વાસ્તે, ટીપ ટીપ બરસા પાની, સામી સામી અને કાલા ચશ્મા જેવા પ્રસિદ્ધ ગીતો પર ભારતની વિવિધ સંસ્કૃતિ અને વૈવિધ્યસભર ડાન્સ જેવા કે, ભરતનાટ્યમ, ઘૂમર, ગરબા અને લેઝીમનું મિશ્રણ કર્યું હતું.
સારા અલી ખાન કહે છે, “મારા માટે આ પફોર્મન્સ ખૂબ જ ખાસ છે, કેમકે મારા દર્શકોને ખબર છે કે, હું સંપૂર્ણ દેશી છું અને મને દેશનો દરેક હિસ્સો ખૂબ જ ગમે છે. તો ભારતના વિવિધ પ્રાંતની સ્ટાઈલને ડાન્સમાં રજૂ કરવો એક પડકાર પણ હતો અને તેમાં ખૂબ મજા પણ આવી.”
સારાનું પફોર્મન્સએ ભારતિય સંસ્કૃતિના ભવ્ય નૃત્ય અને સંગીતની ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે 69માં ફિલ્મફેર એવોર્ડ્સ 2024 સિનેફિલ્સ અને ચાહકોને એક અવિસ્મરણિય અનુભવનો વાયદો કરે છે.