Western Times News

Gujarati News

સમૂહ લગ્નમાં સંસાર માંડવા માટે ઘર વખરીનો 151 થી વધુ વસ્તુઓ દાતાઓ તરફથી

૨૨ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રન્થીમાં પ્રવેશ કર્યો. -ભાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું

(તસ્વીરઃ મોહસીન વહોરા, સેવાલિયા) આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા પાંચમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. લંગર ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ૨૨ જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રન્થીમાં પ્રવેશ કર્યો. આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો. The fifth group wedding was organized by the Bhalej Langar Foundation

ભારત જેવા બિનસાંપ્રદાયીક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે. અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ જઝૂમતા હોય છે. આવા ગરીબ પરિવારોના દીકરા- દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતાં નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અને સંશાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી.

પરંતુ કહેવાય છે, જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે, માનવતા જીવનનો બીજો તબક્કો એટ્‌લે ઘર સંસાર..ભારત ભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે.

જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો ૧૫૧ થી વધુ વસ્તુ ઓ સખી દાતાઓ તરફ થી પુરી પાડવામાં આવી હતી. જેમાં લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન, લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ, લંગર ફાઉન્ડેશન સીવણ ક્લાસમેદી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ ૨૪ કલાક કાર્યરત છે.

અને આ સમૂહલગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબુદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યાં. આ સમૂહ લગ્નમાંસમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ રાજુ ભાઈ હાલાણી, મોઈન ભાઈ ચકલાસી વ્હોરા તોફીક ભાઈ આણંદ જુનેદ ભાઈ ચકલાસી વાળા, અંજુમ સોરા મુસ્લિમ સમાજ ગ્રુપ એક્ટિવિટ્‌સ યાસીન મલિક (સબર ફાર્મ), સોએબ એન ઠાકોર (ર્છઁં ઉમરેઠ તાલુકા પંચાયત), રિસીકેશ સ્વામી (કેરલ) મિસ્ટર જુનેદ વોહરા મોદી (ભાલેજ જનરલ હોસ્પિટલ ના ડાઈરેક્ટર)

ડૉ.જય શર્મા (ફિજ્યોથેરાપિસ્ટ) ડૉ.ડિમ્પલ ઇસરાણી (ડેન્ટલ સર્જન) ડૉ. બિરેન પાંડે (જનરલ સર્જન વિથ લેપ્રોસકોપી સર્જન) એક્ષ એપોલો હોસ્પિટલ એન્ડ ર્સ્ટલિંગ હોસ્પિટલ અમદાવાદ ડૉ. નયન ઉપાધ્યય (સી.ઈ.ઓ) ભાલેજ પોલીસ સ્ટેશન  આર.બી વાઘેલા અને પોલીસ સ્ટાફ ભાલેજ સરપંચ ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલીમાં હાજરી આપી હતી અને ૨૨ દુલ્હા અને દુલ્હનને આશીર્વાદ દુવાઓ આપી હતી. સમસ્ત ભાલેજ મુસ્લિમ સામજ દ્વારા આવેલા મેહમાનો આલિમો આગેવાનો ગ્રામજનો નો અને સખી દાતાઓનું ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.