ઘાટલોડીયાની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલથી ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો શુભારંભ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે શિક્ષણ વિભાગની ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો શુભારંભ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી તેમજ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલથી કરવામાં આવ્યો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાઠવેલ સંદેશનું પઠન કર્યું હતું, જેમાં માનનીય વડાપ્રધાનશ્રીએ દીકરીઓના શિક્ષણ અને પોષણની સંભાળની સાથે વિજ્ઞાનના નવીનતમ કૌશલ્ય માટે સજ્જ કરી આર્થિક સહાય પૂરી પાડતી આ યોજનાના શુભારંભને રાજ્યના શિક્ષણ વિભાગ માટે સીમાચિન્હરૂપ ગણાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આજના અવસરને ગુજરાતની નારીશક્તિ અને યુવાશક્તિના જ્ઞાનવર્ધન તેમજ ઉચ્ચતર શિક્ષણ માટે સશક્ત કરવાનો અવસર ગણાવ્યો હતો તેમજ આ યોજનાથી દીકરીઓને મળતા સવિશેષ લાભો અંગે તેમજ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની આર્થિક સહાય અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
https://westerntimesnews.in/news/306704/namo-lakshmi-yojana-will-be-launched-to-encourage-girls-in-the-state-to-complete-their-studies-from-class-9-to-12/