સારાએ રંગબેરંગી સાડીમાં ફેન્સનું જીતી લીધુ દિલ
મુંબઈ, સારા અલી ખાન આ દિવસોમાં ફિલ્મ એ વતન મેરે વતનને લઇને ખૂબ ચર્ચામાં છે. સારા અલી ખાનની આ ફિલ્મને લઇને અનેક પ્રકારની અપડેટ સામે આવી છે. આ વચ્ચે સારા અલી ખાને લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા અલી ખાનનો દેશી અવતાર જોવા મળી રહ્યો છે. આ નવા લુકને ફેન્સ પસંદ કરી રહ્યા છે. સારાનો આ નવો લુક છવાઇ ગયો છે.
સારા અલી ખાને કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારાએ રંગબેરંગી સાડી પહેરી છે. આ લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે છવાઇ ગયો છે. આ વાયરલ તસવીરો પર ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક્ટ્રેસ આ દેસી લુકમાં મસ્ત લાગી રહી છે.
સારા અલી ખાને સાડીની સાથે-સાથે ઇયરરિંગ્સ પણ મસ્ત પહેરી છે. આ ઇયરિંગ્સ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. સાડીમાં સારાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે. આ ખુલ્લા વાળે લોકોનું દિલ જીતી લીધુ છે. સારાની આ તસવીરો તમે એક વાર જોશો તો વારંવાર જોવાનું મન થશે.
આ લુકની સાથે-સાથે એનું પર્સ પણ લોકોનું ધ્યાન ખેંચે એવુ છે. આ પર્સ સારાના ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યા છે. પર્સ એકદમ યુનિક છે. જ્યારે ફોટો ક્લિક કરે છે ત્યારે સારા મસ્ત સ્માઇલ પણ આપી રહી છે. આ સ્માઇલ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન હવે પોતાની આગામી ફિલ્મમાં એકદમ નવા અવતારમાં જોવા મળવાની છે. સારા જબરદસ્ત સ્ટાઇલ આઇકોન તરીકે જાણીતી છે. હવે તે ‘એ વતન મેરે વતન નામની પિરિયડ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. જેમાં તેનો લુક એકદમ સિમ્પલ જોવા મળે છે.
આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે, જેમાં સારા અલી ખાન સ્વાતંત્ર્ય સેનાનીના રોલમાં હશે. ઉલ્લેખનીય છે કે, ‘એ વતન મેરે વતન’ થ્રિલર-ડ્રામા છે, જે સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. તે મુંબઈની એક કોલેજમાં અભ્યાસ કરતી બહાદુર યુવતીની સ્ટોરી છે. આ યુવતી સ્વાતંત્ર્ય સેનાની બને છે. આ કાલ્પનિક સ્ટોરી ૧૯૪૨માં ભારત છોડો આંદોલનના બેકગ્રાઉન્ડ પર સેટ કરવામાં આવી છે.SS1MS