Western Times News

Gujarati News

વિજાપુર માર્કેટયાર્ડ ખાતે એરંડાનાં ભાવમાં ઉછાળો

મહેસાણા, વિજાપુર માર્કેટયાર્ડ ખાતે નવી મગફળી અને કપાસની આવક ધમધોકાર થઈ રહી છે. આજ રોજ મગફળીની આવકનો ઘટાડો નોંધાયો હતો સાથે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. યાર્ડમાં કપાસની સારી આવક તેમજ ભાવ નોંધાયા હતા.

વિજાપુર માર્કેટ યાર્ડમાં આજે રાયડો ,બાજરી ,ઘઉં ,જુવાર ,મગ ,અડદ અને ગવારની હરાજી કરવામાં આવી હતી .આજે કપાસના ભાવ ૧૬૫૦ ની ઊંચી સપાટી એ પહોંચ્યા હતા. આજે એરંડાના ભાવ પણ ઉચકાયા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનમાં વિવિધ પાકોનું મબલખ વાવેતર કરવામાં આવે છે. જેમાં મહેસાણા જિલ્લામાં રવિ સીઝનમાં સૌથી વધુ વાવેતર એરંડા તેમજ કપાસનું કરાતું હોય છે.

ઉત્તર ગુજરાતમાં આવેલું વિજાપુર માર્કટયાર્ડ જણસીના વેચાણ માટે એક વિશ્વસનીય સ્થળ બન્યું છે. આ માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ ,મગફળી, ઘઉં અને એરંડાની આવક વધારે થતી હોય છે. વિજાપુર માર્કેટયાર્ડ ખાતે ૧૫ માર્ચ નાં રોજ મગફળીની ૪૬૦ બોરી આવક નોંધાઈ હતી. કુલ મગફળીની ૪૬૦ બોરીની આવક થઈ હતી. મગફળીનો પ્રતિમણનો ભાવ ૯૦૦ થી ૧૩૪૮ રૂપિયા સુધી નોંધાયો હતો.

મગફળીના ભાવમાં ગયા અઠવાડિયાની સરખામણીએ આંશિક ૨૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. વિજાપુર માર્કેટયાર્ડના ચેરમેન રમેશભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, માર્કેટ ઉઘડતાની સાથે જ આજે નવા કપાસની હરાજી શરૂ કરાઇ હતી. મગફળી ઉપરાંત, કપાસની પણ સારી આવક નોંધાઈ હતી. વિજાપુર માર્કેટ યાર્ડમાં રોજની કપાસની લગભગ ૩,૦૦૦ થી ૪૦૦૦ બોરીની આવક નોંધાતી હોય છે.

આજે કપાસની આવક ૭૯૨ બોરી નોંધવામાં આવી હતી. કપાસનો નીચો ભાવ ૧૩૭૫ પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ ૧૬૫૦ પ્રતિ મણ નોંધાયો હતો. કપાસના ભાવ હાલ ૧૫૦ રૂપિયા નો વધારો જોવા મળ્યો હતો. આજે કપાસના ભાવ ખેડૂતોને વધેલા જોવા મળ્યા છે, આજે કપાસ ખેડૂતોને ૧૬૫૦ રૂપિયા મળ્યો છે. આ ઉપરાંત, માર્કેટ યાર્ડમાં એરંડાની ૯૩૫ બોરીની આવક નોંધાઇ હતી .

જેનો પ્રતિ મણનો ભાવ ૧૧૧૫ થી લઇને ૧૨૧૮ રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનાં ઊંચા ભાવ માં ગયા અઠવાડિયા કરતા આજે ૫૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો.જેમાં ગયા મહિનાઓમાં તેના ભાવ ૧૨૦૦ સુધીના જોવા મળ્યા જતા અને ગયા અઠવાડિયે તેના ભાવ ૧૧૫૦ થી ૧૧૬૦ સુધીનાં નોંધાયા હતા અને આ અઠવાડિયે ભાવ ૧૨૧૮ રૂપિયા જોવા મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.