બળાત્કારના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા થઈ
ધારી/અમરેલી, ખાંભાના સમઢીયાળા ગામેથી ર૦ર૦ની સાલમાં સગીરને ભગાડી વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવનાર આરોપીને ધારીની સ્પેશીયલ કોર્ટે ર૦ વર્ષની સજા ફટકારી છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે. કે ખાંભા તાલુકાના એક સગીરાને રાજુલાના કોવાયા ગામનો શખ્સ નીતીન ઉર્ફે છોટું અજયસિંહ માવાડા ઉ.વ.રર મુળ વતન બડીખટલી તાલુકો જોબટ, જીલ્લો, અલીરાજપુર-મધ્યપ્રદરેશ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.
આ કેસ ધારીના સ્પેશીયલ પોકસો જજ અને બીજા એડીશલન સેશન્સ જજ એમ.એન. શેખ સમક્ષ ચાલતા સરકારી વકીલ વિકાસભાઈ વડેરાએ ધારદાર દલીલો રજુ કરી હતી. અને ડીએનએ ટેસ્ટ સહીતનો મેડીકલ ટેસ્ટમાં સબળ પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા.
જેને કારણે કોર્ટે પોકસો એકટની કલમ ૬ અનવયે ર૦ વર્ષની સખત કેદની તથા બે લાખ રૂપિયા દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી જેલની સજા ભોગવવા હુકમ કર્યો છે.
આ ઉપરાંત પોકસો એકટની કલમ ૪માં ૧૦ વર્ષની સખત કેદ તથા પ૦,૦૦૦/ રૂપિયાનો દંડ એમ કુલ અઢી લાખનો દંડ કરેલ છે. અને દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો.. કોર્ટે ભોગ બનનારને વચગાળાના વળતર સહીત પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.