જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો: કેતન ઈનામદાર
વડોદરા, ભરતી મેળો ચલાવનાર ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે વિધાનસભાના અધ્યક્ષને ઇમેલ મારફતે રાજીનામું આપી દીધુ છે. જે બાદ આજ સવારથી ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. આ હલચલની વચ્ચે રાજીનામું આપ્યા બાદ કેતન ઈમાનદારે મીડિયા સામે પોતાની વ્યથા વર્ણવી છે.
પોતાની વ્યથામાં કેતન ઈમાનદારે જણાવ્યુ છે કે, ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેÂક્નક કે એવું કાંઇ નથી. કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. પરંતુ અદના – જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે.
મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે. દરેક લોકો સત્તા માટે નથી આવતા. ૨૦૧૨માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘આ પહેલા પણ ૨૦૨૦માં મેં કહ્યુ હતુ કે, માન સન્માન સિવાય મોટું કોઇ સન્માન નથી. આ માત્ર કેતન ઇમાનદારનો અવાજ નથી આ અવાજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો અવાજ છે ભલે કેતન નિમિત બન્યો છે.
કેતન ઈમાનદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ. હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છુ પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે.
તેમણે જણાવ્યુ કે, ‘અંતર આત્માના અવાજમાં એવું છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું ત્યારથી લોકોને માનસન્માન આપ્યું છે. આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશ. પોતાના માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી.SS1MS