Western Times News

Gujarati News

એક દાયકામાં સૌથી ઓછા શિપ આવ્યા

મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ફ્રેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યો છે

અમદાવાદ, ગુજરાતમાં અલંગ ખાતે વિશ્વમાં સૌથી મોટો શિપ રિસાઈક્લિંગનો ઉદ્યોગ ચાલે છે જેને તાજેતરમાં મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ફ્રેઈટ રેટના કારણે મોટો ફટકો પડ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી રાતા સમુદ્રમાં જોખમી સ્થિતિ હોવાના કારણે રિસાઈક્લિંગ માટે અલંગ આવતા શિપની સંખ્યા એક દાયકાના તળિયે પહોંચી ગઈ છે. વર્ષ ૨૦૧૬માં અલંગ ખાતે ૩૧૩ શિપ રિસાઈક્લિંગ માટે આવ્યા હતા જેની સંખ્યા ૨૦૧૭માં ૨૩૦ અને ૨૦૧૮માં ૨૫૮ હતી.

ત્યાર પછી ૨૦૧૯માં માત્ર ૧૯૦ શિપ, ૨૦૨૦માં ૧૯૯ શિપ, ૨૦૨૧માં ૨૦૫ આવ્યા હતા. ત્યાર પછી તો આંકડો ૧૫૦ શિપથી પણ નીચે જતો રહ્યો છે. ૨૦૨૨માં અલંગ ખાતે ૧૪૧ શિપ આપ્યા હતા જ્યારે વર્ષ ૨૦૨૩માં સૌથી નબળો દેખાવ હતો અને માત્ર ૧૩૬ શિપ રિસાઈક્લિંગ માટે આવ્યા હતા. ભાવનગર પાસે અલંગમાં સ્થિતિ એવી છે કે શિપ રિસાઈક્લિંગ ઉદ્યોગ ગમે ત્યારે ખતમ થઈ જાય તેમ છે.

અલંગ શિપ રિસાઈક્લિંગ એસોસિયેશનના સેક્રેટરી હરેશ પરમાર કહે છે કે આ ઈન્ડસ્ટ્રીમાં સુધારાના કોઈ સંકેત જોવા મળતા નથી. તેમણે કહ્યું કે અલંગ શિપ રિસાઈક્લિંગ ઈન્ડસ્ટ્રીમાં કુલ ૧૩૦ પ્લેટ છે જેમાંથી માત્ર ૩૦ પ્લોટ હાલમાં ઓપરેશનલ છે.

છેલ્લા અઢી મહિનામાં લેબર માત્ર ૧૫ દિવસ કામ કરે છે. ૨૦૨૩માં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછા શિપ અલંગ આવ્યા હતા. અલંગમાં આટલી ઓછી સંખ્યામાં શિપ આવ્યા તેના ઘણા કારણો છે.

એક તો, કોવિડ પછી ફ્રેઈટ રેટ વધી ગયા છે. તેના કારણે કંપનીઓ શિપને રિસાઈક્લિંગ માટે મોકલતી નથી અથવા શક્ય હોય ત્યાં સુધી મોડું કરે છે.

રાતા સમુદ્રમાં કટોકટીના કારણે ફ્રેઈટ રેટમાં મોટો વધારો થયો છે. રાતા સમુદ્ર દ્વારા સુએઝ કેનાલમાં એન્ટ્રી કરી શકાય છે અને આખી દુનિયાની શિપિંગ ચેનલમાં તે બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ કેનાલના કારણે એશિયા અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ અડધું થઈ જાય છે.

ઓક્ટોબર ૨૦૨૩માં હુથી બળવાખોરોએ મધદરિયે કન્ટેનર શિપ પર મિસાઈલ હુમલા કર્યા તેના કારણે ઘણી શિપિંગ કંપનીઓએ સુરક્ષિતિ રહેવા માટે પોતાની કામગીરી અટકાવી દીધી છે. કેટલીક કંપનીઓ આખા આફ્રિકા ખંડનો આંટો મારીને કેપ ઓફ ગુડ હોપના રૂટથી શિપ લાવી રહ્યા છે.

તેના કારણે શિપના પ્રવાસનો ગાળો બે અઠવાડિયા જેટલો વધી જાય છે. આ ઉપરાંત હાલમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ શિપ બ્રેકિંગ ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો છે જેના કારણે ભારતીય ઈન્ડસ્ટ્રી માટે હરીફાઈ પેદા થઈ છે.

મેલ્ટેડ સ્ક્રેપ મેટલનનો ભાવ ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિ ટન સુધી ઘટી ગયો છે. તેવી જ રીતે નવા શિપની ડિલિવરીમાં પણ બહુ વધારે સમય લાગે છે જેના કારણે ફ્રેઈટ રેટ વધી ગયા છે. આ તમામ કારણોથી અલંગના શિપ રિસાઈક્લિંગ ઉદ્યોગને ભયંકર ફટકો પડ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.