Western Times News

Gujarati News

અનુષ્કા શર્મા પુત્ર અકાય સાથે પરત ફરશે ભારત!

મુંબઈ, વિરાટ કોહલી પુત્ર અકાયના જન્મ બાદ બ્રેક પર હતો અને હવે તે આઈપીએલ મેચમાં પરત ફરી રહ્યો છે. આરસીબી અને સીએસકેની પહેલી મેચ છે. ફેન્સ પણ આ પહેલી મેચ જોવા ખૂબ જ એક્સાઈટેડ છે કારણ કે બંને ટીમની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

અત્યાર સુધી વિરાટને મેચમાં અનુષ્કા શર્મા ચિયર કરવા આવે છે તો ફેન્સ રાહ જોવે છે આ મેચમાં અનુષ્કા શર્મા આવશે કે નહીં. બોલિવુડ લાઈફની રિપોર્ટ મુજબ અનુષ્કા જેણે પુત્રને લંડનમાં જન્મ આપ્યો તે હવે ભારત પતિ વિરાટને સપોર્ટ કરવા આવી શકે છે. અકાય હવે દોઢ મહિનાનો છે અને તે ટ્રાવેલ પણ કરી શકે છે. અકાયનો જન્મ ૧૫ ફ્રેબુઆરીએ થયો અને હાલમાં અનુષ્કા અને વામિકાની સાથે લંડનમાં છે.

અનુષ્કા આજે તો નહીં, પરંતુ આવનારી આરસીબીની કોઈ પણ મેચમાં વિરાટને સપોર્ટ કરવા આવી શકે છે. થોડા સમય પહેલા અનુષ્કાની પ્રેગનેન્સીના સમાચાર આવી રહ્યા હતા.

એક્ટ્રેસને ઘણીવાર મેચ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી, જ્યારે તેના બેબી બમ્પની ઝલક પણ ફેન્સને જોવા મળી હતી. પરંતુ બંનેએ ઓફિશિયલી પ્રેગનેન્સીનું એનાઉન્સમેન્ટ કર્યું ન હતું. આ પછી બંનેએ સોશિયલ મીડિયા પર એનાઉન્સ કર્યું છે તે બંને પેરેન્ટ્‌સ બની ગયા છે.

તમને જણાવી દઈએ કે વિરાટે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૨૧માં બંનેએ પુત્રી વામિકાના જન્મનું એનાઉન્સમેન્ચ કર્યું. ત્યારબાદ આ વર્ષે પુત્ર અકાયના પેરેન્ટ બન્યા. અનુષ્કા છેલ્લે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ઝીરોમાં પણ જોવા મળશે.

આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન અને કેટરિના કૈફ લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. અનુષ્કાએ ગયા વર્ષે ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મ નેટÂફ્લક્સમાં રિલીઝ થવાની હતી પરંતુ ડેટનું એનાઉન્સમેન્ટ થયું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.