એરપોર્ટ પર દીકરી સાથે સ્પોટ થઇ પ્રિયંકા ચોપરા, પતિ નિકે કર્યો ઇશારો
મુંબઈ, લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને દીકરી માલતી મેરી સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ. આ દરમિયાન કપલ સ્ટાઇલિ લુકમાં જોવા મળ્યા.
નન્હી પરી માલતીએ એની ક્યૂટનેસથી લોકોનું દિલ જીતી લીધું. મુંબઇ એરપોર્ટ પર કારમાંથી ઉતરતાની સાથે પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે પૈપરાઝીની સામે જોતા એવો ઇશારો કર્યો કે વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ ગયો. હાલમાં પ્રિયંકા અને નિકનો આ વીડિયો ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે.
પ્રિયંકા ચોપરાના ફેન પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે નિક જોનાસ કારની પાસે ઉભા છે અને પત્ની પ્રિયંકા દીકરી માલતી સાથે કારમાંથી ઉતરે છે. ત્યારે નિક જોનાસ પૈપરાઝીને ચુપ રહેવાનો ઇશારો કરે છે જેથી કરીને દીકરી અવાજથી પરેશાન ના થાય.
ત્યારબાદ ત્રણેય એરપોર્ટની તરફ ચાલ્યા જાય છે. વીડિયોમાં પ્રિયંકા ચોપરાને તમે જોઇ શકો છો કે ક્રીમ સ્વેટશર્ટ, મેચિંગ પેન્ટ્સ અને શૂઝ પહેર્યા છે, જ્યારે નિક જોનાસે બ્લક કલરની ટી-શર્ટ, ગ્રીન પેન્ટ અને વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા છે. આ સાથે એક બેગ પણ કરી હતી.
કપલે ડાર્ક કલરના સનગ્લાસ પહેર્યા હતા, જ્યારે ક્યૂટ માલતીએ પિંક ડ્રેસ પહેર્યો હતો જેમાં સુંદર લાગી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં નિક અને પ્રિયંકા દીકરી માલતીની સાથે ટ્રેડિશનલ આઉટફિટ્સમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થયા હતા.
પ્રિયંકાએ આ સમયે લાલ સાડી અને મેચિંગ કલરનો બ્લાઉઝ પહેર્યો હતો. આ સાથે નિકે સફેદ કુર્તો અને પાયજામો સાથે બેઝ કલરનું જેકેટ પહેર્યુ હતુ. કપલની દીકરી માલતી રેડ ટોપ અને સ્કર્ટમાં જોવા મળી હતી.SS1MS