PM મોદીએ રામ લલ્લાના સૂર્ય તિલકની અદ્ભુત ક્ષણ હેલિકોપ્ટરમાં પ્રવાસ દરમ્યાન જોઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનોખી રીતે કર્યા દર્શન
(એજન્સી)નવી દિલ્હી, સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. જ્યારે રામ મંદિરમાં રામલલાનો સૂર્ય તિલક સમારોહ ચાલી રહ્યો હતો, ત્યારે પીએમ મોદી આસામના નલબારીમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.
પરંતુ જનસભાને સંબોધિત કર્યા પછી તરત જ પીએમ મોદીએ આ અદ્ભુત ક્ષણે રામલલાને પોતાના ટેબ દ્વારા દર્શન કર્યા હતા. પીએમ મોદીએ પોતે આ માહિતી અને ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને શેર કર્યો છે. ખાસ વાત એ છે કે, જ્યારે પીએમ મોદી રામ લલ્લાના સૂર્ય તિલકની અદ્ભુત ક્ષણ જોઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં ચંપલ નહોતા.
પીએમ મોદીએ રામલલાના દર્શન કરીને પ્રણામ કર્યા હતા. પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, ‘નલબારી સભા પછી મને અયોધ્યામાં રામલલાના સૂર્ય તિલકની અદ્ભુત અને અનોખી ક્ષણ જોવાનો સૌભાગ્ય મળ્યું છે. શ્રી રામ જન્મભૂમિની આ બહુપ્રતિક્ષિત ક્ષણ દરેક માટે આનંદની ક્ષણ છે.