Western Times News

Gujarati News

શું ઈઝરાયલ અને ઈરાનના સંઘર્ષથી ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થવાનું છે?

અમેરિકા પર ૯/૧૧ નો ભીષણ હુમલો હોય કે કોવિડ વાયરસની મહામારી, બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે સાચુ સાબિત થયુ

નવીદિલ્હી, પ્રજ્ઞાચક્ષુ બાબા વેંગાએ દુનિયા જોઈ નથી પરંતુ તેમણે તેના ભવિષ્ય વિશે જે કંઈ પણ જણાવ્યું તેના કારણે તેઓ વિશ્વભરમાં ફેમસ થઈ ગયા. પછી ભલે તે અમેરિકા પર ૯/૧૧ નો ભીષણ હુમલો હોય કે કોવિડ વાયરસની મહામારી, બાબા વેંગાએ જે પણ જણાવ્યું હતું તે સાચુ સાબિત થયું. આવી જ એક ભવિષ્યવાણી બાબા વેંગાએ વર્ષ ૨૦૨૪માં ત્રીજા વિશ્વ યુદ્ધને લઈને કરી હતી.

ઈરાનના ઈઝરાયલ પર હુમલા બાદ હવે લોકોને ડર લાગવા લાગ્યો છે કે શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી પણ સાચી પડશે. બાબા વેંગાનો જન્મ બુલ્ગારિયામાં ૧૯૧૧માં થયો હતો. બાળપણમાં જ પોતાની આંખોની રોશની ગુમાવનાર બાબા વેંગાને દુનિયાનું ભવિષ્ય સ્પષ્ટ દેખાતું, તેના કારણે તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે.

તેમણે ૫૦૦૦થી વધુ ભવિષ્યવાણીઓ કરી હતી જેમાં ઘણી સાચી સાબિત થઈ. તેમણે દુનિયાના અંતની તારીખ પણ જણાવી છે. બાબા વેંગાનું ૧૯૯૭માં નિધન થઈ ગયુ હતુ પરંતુ તેમની ભવિષ્યવાણીઓ મોત બાદ પણ સાચી સાબિત થઈ રહી છે. બાબા વેંગાએ વર્ષ ૨૦૨૪ માટે ઘણી ડરામણી ભવિષ્યવાણીઓ કરી છે. જેમાં જૈવિક હુમલા, યુરોપમાં આતંકી હુમલા અને ત્રીજા વિશ્વયુદ્ધનું થવું સામેલ છે.

મોસ્કોમાં થયેલા આતંકી હુમલાએ તેમની ભવિષ્યવાણીના એક ભાગને સાચી પણ કરી દીધી છે. અમુક લોકોને ગત ૧૩ એપ્રિલની રાત્રે ઈરાનના ૩૫૦ મિસાઈલ અને ડ્રોનથી ઈઝરાયલ પર હુમલા બાદ ત્રીજા વિશ્વયુદ્ધ પણ સામે જ દેખાઈ રહ્યું છે. જેમ-જેમ મધ્ય પૂર્વમાં તણાવ અને અશાંતિ વધી રહી છે. બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી થવાનું જોખમ પણ વધતું જઈ રહ્યું છે.

બાબા વેંગાની સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી જે સાચી થઈ તે હતી અમેરિકા ન્યૂયોર્કમાં ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો જેમાં ૩૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતાં. તેમણે કહ્યું હતું કે સ્ટીલના પક્ષીઓના હુમલામાં બે અમેરિકી ભાઈ પડી જશે. જેમાં નિર્દોષોનું લોહી વહેશે. આ ભવિષ્યવાણીમાં સ્ટીલ બર્ડને આકાશમાં પ્લેન સમજવામાં આવ્યા હતાં અને બે ભાઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર હતા, જે જહાજ ટકરાયા બાદ પડી ગયાં હતાં.

બાબા વેંગાએ યુક્રેન પર રશિયન આક્રમણને લઈને પણ પહેલા જ જણાવી દીધું હતું. તેમણે કોરોના વાયરસ મહામારી આવ્યા વિશે પણ પોતાની ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે એક વાયરસ આપણા સૌની ઉપર છવાઈ જશે. બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણીઓમાં ૧૯૯૭માં બ્રિટનની રાજકુમારી ડાયનાનું મોત અને ૧૯૮૬માં ચેરનોબિલની પરમાણુ આપત્તિ પણ સામેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.