રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર મૌન તોડ્યું
મુંબઈ, તાજેતરમાં રાજકુમાર રાવનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેનો ચહેરો અને ચિન અલગ દેખાતા હતા. આ ફોટામાં રાજકુમારની ચિન લાંબી દેખાતી હતી. ફોટો જોઇ નેટીઝન્સ આશ્ચર્યમાં પડી ગયા હતા કે શું રાજકુમારે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે? અસકમાં થોડા દિવસો અગાવ બોલિવૂડ સ્ટાર રાજકુરાર રાવની તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ હતી.
જેમાં તેનો ચહેરો ખુબજ વિચિત્ર દેખાઇ રહ્યો હતો. જેના કારણે તેને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટના બાદ કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેની વાયરલ તસવીરની તુલના ફિલ્મ ‘ફાઇટર’ના વિલન ઋષભ સાહવાણી સાથે કરવાનું શરૂ કર્યું હતું.
જો કે, ‘સ્ત્રી’ અભિનેતાએ હવે આ અફવા પર પ્રતિક્રિયા આપી છે. પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર આખરે રાજકુમાર રાવે પોતાનું મૌન તોડ્યું છે. બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરીની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે પોતાની વાયરલ તસવીરની સત્યતા જણાવી છે. તેણે વાયરલ ફોટાને નકલી ગણાવ્યો અને કહ્યું કે લોકો આવી અફવાઓ ફેલાવે છે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો.
તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રાજકુમાર રાવે કહ્યું, ”જો તમે તે તસવીર જોઇ હોય તો જણાશે કે તે મારા જેવી દેખાતી પણ નથી. તે ખરેખર ખૂબ ફની છે કારણ કે તે હું નથી. મને લાગે છે કે કોઈએ મારી મજાક કરી છે. મને ખાતરી છે કે ફોટો એડિટ કરવામાં આવ્યો છે.’’
અભિનેતા રાજકુમાર રાવે આગળ કહ્યું કે કેવી રીતે પ્લાસ્ટિક સર્જરીના સમાચાર હેડલાઇન્સ બન્યા કે તરત જ સોશિયલ મીડિયા યુઝર્સે તેની જૂની તસવીરો શોધવાની શરૂ કરી દીધી. ‘લોકો પ્લાસ્ટિક સર્જરી જેવા મોટા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ હું ક્યારેય આ અફવાઓનો શિકાર થયો નથી. હા, મારી ત્વચાની સંભાળ માટે હું ચોક્કસપણે ફિલર્સ કરાવું છુંપ તો એમાં ખોટું શું છે.
જો કે અભિનેતાએ સ્વીકાર્યું હતું કે લગભગ નવ વર્ષ પહેલા તેણે ફિલર્સ લીધા હતા. વર્ક ળન્ટની વાત કરીએ તો રાજકુમાર રાવ પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તે ટૂંક સમયમાં જ ૧૦ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘શ્રીકાંત’માં જોવા મળશે. તેમજ તે જાન્હવી કપૂર સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પણ જોવા મળશે. આ ફિલ્મ ૩૧ મે, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.SS1MS