આ કંપની આપી રહી છે રૂ. 1088થી શરૂ થતા EMI થી રુમ એર કન્ડીશનર
વોલ્ટાસ અને વોલ્ટાસ બેકોએ 2024ના ઉનાળા માટે ખાસ ઉપભોક્તા ઓફર્સ રજૂ કરી
વોલ્ટાસ અને વોલ્ટાસ બેકો પ્રોડક્ટ્સ પર પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડઝ પર 17.5% સુધીની ત્વરીત કેશબેક
- સરળ અને લાંબા ગાળાના ઇએમઆઇ વિકલ્પો સાથે ઝીરો ડાઉનપેમેન્ટ.
મુંબઇ, 10 મે, 2024: ભારતમાં બજાર અગ્રણી અને રુમ એર કન્ડીશનર માટે નિર્વિવાદિત બજાર અગ્રણી વોલ્ટાસ લિમીટેડ તમને સમર (ઉનાળુ) ઓફર રજૂ કરીને અલ્ટીમેટ કંફોર્ટ પ્રદાન કરવા માટે સજ્જ થઇ રહી છે. આ ઓફર્સમાં આકર્ષક માની ન શકાય તેવા વોલ્ટાસ અને વોલ્ટાસ બેકોની પ્રોડક્ટ્સ પર અસંખ્ય સોદાઓનો સમાવેશ થાય છે. નવીનતા, ગુણવત્તા અને ગ્રાહક સંતોષ માટે વિશ્વસનીય બ્રાન્ડ તરીકે જાણીતી, વોલ્ટાસ આ અનન્ય ઉનાળુ ઓફર્સની ઘોષણા કરતા રોમાંચ અનુભવે છે જે અંતરાયમુક્ત ઘર અપગ્રેડેશનમાં મદદ કરશે અને ઉનાળાના ઉત્સાહમાં વધારો કરે છે. આ અનન્ય ઓફર્સ 1 એપ્રિલથી 30 જૂન સુધી ભારતમાં વોલ્ટાસના તમામ ઓથોરાઇઝ્ડ ડીલર્સમાં માન્ય છે.
ઉનાળાની મોસમ વધુ તીવ્ર બની રહી છે ત્યારે ગ્રાહકો તેમના ઘર અને ઓફિસોમાં આરામદાયક પર્યાવરણનું સર્જન કરવા માટે તેમના ઠંડક આપતા એપ્લાયંસિસ ઉપકરણોને અપગ્રેડ કરવાની અપેક્ષા રાખે છે. વોલ્ટાસ તરફની સમર ઓફર્સ સાથે ગ્રાહકો એર કન્ડીશનર્સ, રેફ્રીજરેટર્સ, ડીશવોશર્સ, વોશિંગ મશિન્સ, માઇક્રોવેવ ઓવન્સની બહોળી શ્રેણી અને વોલ્ટાસ અને વોલ્ટાસ બેકોનીને અન્ય પ્રોડક્ટ્સ પર ત્વરીત કેશબેક પણ મેળવી શકે છે કંપની વધુમાં આકર્ષક ઝીરો ડાઉન પેમેન્ટ વિકલ્પો પણ ઓફર કરી રહી છે, જેના દ્વારા ગ્રાહકો માટે તેમના ઘરોને ટોચના એપ્લાયંસિસને અપગ્રેડ કરવાનું પહેલા કરતા ઘણું સરળ બન્યુ છે.
પ્રતિમાસ નિશ્ચિત રૂ. 1,088ના ઇએમઆઇ સાથે ગ્રાહકો તેમના બજેટ સાથે સમાધાન કર્યા વિના વોલ્ટાસની પ્રોડક્ટ્સની સુગમતા અને સરળતાનો આનંદ માણી શકે છે. જે ગ્રાહકો વધુ સાનુકૂળ ચૂકવણી વિકલ્પોની આશા રાખે છે તેમના માટે વોલ્ટાસએ 18 મહિના સુધીના લાંબા ગાળાના ઇએમઆઇ પણ રજૂ કર્યા છે. વોલ્ટાસ અને વોલ્ટાસ બેકોની પ્રોડક્ટસ માટે ગ્રાહકો પસંદગીના ક્રેડિટ અને ડેબિટ કાર્ડઝ પર 17.5% સુધીની ત્વરીત કેશબેક પણ મેળવી શકે છે. આ બાબત ગ્રાહકોને તેમની ચૂકવણીઓને લાંબી બનાવવા અને વોલ્ટાસ એપ્લાયંસિસનો ઉપયોગ કરતા લાભોનો આનંદ ઉઠાવવા માટે સક્ષમ બનાવશે.
પસંદગીની પ્રોડક્ટ્સના વિનીમય પર 5 વર્ષ સુધીની વિસ્તરિત વોરંટી એ ઍડ-ઓન-ઓફર છે, જે ગ્રાહકો મેળવી શકે છે. તે ગ્રાહકોને એ બાબતની ખાતરી આપે છે કે તેઓ આગામી સમયમાં વોલ્ટાસ એપ્લાયંસિસની મજબૂતાઇ અને વિશ્વસનીયતા પર વિશ્વાસ રાખી શકે છે. વધુમાં સમર ઓફરમાં ઇન્વર્ટર, કોમ્પ્રેસર પર જીવનપર્યંતની વોરંટીનો સમાવેશ થાય છે જે ગ્રાહકો ઉચ્ચ કક્ષાની ગુણવત્તા અને પર્ફોમન્સ (પ્રદર્શન) મેળવી રહ્યા છે તે સુનિશ્ચિત કરે છે.
સમર ઓફર પર ટિપ્પણી કરતા વોલ્ટાસ લિમીટેડના એમડી અને સીઇઓ શ્રી પ્રદિપ બક્ષીએ જણાવ્યુ હતુ કે,“ અમે આ સિઝનમાં ગ્રાહકોની માંગમાં વધારો જોયો છે અને બાકીની સિઝન માટે પણ સતત વૃદ્ધિની આશા રાખીએ છીએ. ગ્રાહકોની આ વધી રહેલી માંગને પહોંચી વળવા માટે વોલ્ટાસ આ સમર ઓફર બજારમાં મુકતા ખુશી અનુભવે છે. અમારી પ્રોડક્ટ્સ સાથે અમે અમારા તમામ અધિકૃત્ત આઉટલેટ્સ (કેન્દ્રો) ખાતે કેશબેક્સ અને ધિરાણ વિકલ્પોની બહોળી શ્રેણી પૂરી પાડીને અમે અમારા ગ્રાહકોને આરામ અને સુગમતા પૂરી પાડવાની ઇચ્છા રાખીએ છીએ.”
સમર ઓફર રાષ્ટ્રભરમાં દરેક આધિકૃત્ત વોલ્ટાસ પાર્ટનર્સ પાસે ઉપલબ્ધ છે. ગ્રાહકોને તેમની નજીકના સ્ટોરની મુલાકાત લેવા અને ઓફર્સ સમાપ્ત થાય તે પહેલા આ આકર્ષક ઓફર્સનો લાભ ઉઠાવવા માટે પ્રોત્સાહન આપીએ છીએ.