રાજ્યના દિવ્યાંગ બાળકોએ મેળવી સિદ્ધિ-ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં આવ્યા અવ્વલ
(પ્રતિનિધિ)મોડાસા, પ્રતિભા કોઈની મોહતાજ નથી આ વાકય ને ગુજરાત ના ૯ દિવ્યાંગ બાળકો એ ચરિતાર્થ કર્યું છે. હરિદ્વાર ના શાંતિકુંજ દ્વારા વિશ્વ ભર માં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા માં દેશ અને વિદેશ થી ધોરણ ૧ થી ૧૨ સુધીના ૫૦ લાખ થી વધુ બાળકો ભાગ લીધો હતો.
આ બાળકો પૈકી ૩ રાજ્ય ના ૧૨૫ પ્રવિણ બાળકોનું ચયન રાષ્ટ્રીય સ્તરે થયું . જેમાં દરેક રાજ્યો પૈકી આવેલા બાળકો ને તીર્થ નગરી હરિદ્વાર ખાતે વિશેષ સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્ય ના ૭૦ બાળકોનું સન્માન હરિદ્વાર ખાતે ગાયત્રી વિદ્યાલયના ચેરમેન શૈફાલી પંડ્યા એ કર્યું.
આ બાળકોમાં સામાન્ય બાળકો ૭૦ તથા ૯ દિવ્યાંગ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ જાણકારી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વિભાગ ના દિવ્યાંગ વિભાગ કન્વીનર હેમાંગીનીબેન દેસાઈએ કરી હતી.
આ બાળકો માં રાજ્યના ૬ જિલ્લાના ૯ બાળકોમાં પ્રથમ ક્રમે અરવલ્લીના મોડાસાનો મૂકબધિર રુદ્ર પ્રભુદાસ , સુરત નો અંધ વિદ્યાર્થી કરણ દિગંબરરાય ભગત , અપંગ વિદ્યાર્થી સાક્ષી સુનીલભાઈ સીંહ બીજા ક્રમે વલસાડનો નરેશ,સુરતની ધ્રુવી .ઝાંઝવેરા , સુરતની મૈત્રી ,તૃતીય ક્રમે સુરત નીલ. ગાંધી, ભાવનગરના હસમુખ. સોજિત્રા, સુરતના બિપીન શર્મા આવ્યા છે.
હેમાંગીનીબેન દેસાઈના અનુસાર સમગ્ર વિશ્વમાં ગુજરાત માત્ર રાજ્ય છે જ્યાંના દિવ્યાંગ બાળકો આ પરીક્ષા માં ભાગ લે છે તેમજ ૨૦૧૦ થી અત્યાર સુધીમાં ૬૦૦૦ થી વધુ દિવ્યાંગ બાળકો એ આ પરીક્ષા માં ભાગ લીધો છે. આ પ્રસંગે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રમુખ શૈલબાળા પંડ્યાજી એ આ બાળકોને આશીર્વાદ પાઠવ્યા છે.