ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી : અનેક ફ્લાઈટો રદ
નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારતમાં આજે પણ તીવ્ર ઠંડીનુ મોજુ રહ્યુ હતુ. વિવિધ શહેરોમાં પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. કાતિલ ઠંડીના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. ધુમ્મસની સ્થિતી વચ્ચે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ધુમ્મસની સ્થિતીના કારણે વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ હતી. દિલ્હી વિમાનીમથકે વિજિબિલિટી ઘટી જવાના કારણે એક સ્થાનિક ફ્લાઇટને રદ કરવાની ફરજ પડી હતી. જ્યારે પાંચ સ્થાનિક અને સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વિલંબ થયો હતો. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં વિમાની યાત્રીઓને ઠંડીમાં વિમાનીમથકે રાહ જાવાની ફરજ પડી હત. કુલ ૨૨૦ ફ્લાઇટોને અસર થઇ હતી. ધુમ્મસની સ્થિતિ હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે.
ધુમ્મસ અને ઠંડીના કારણે હાિ પર કેટલાક અકસ્માતો પણ થયા છે. ઠંડીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી બાજુ ધુમ્મસના પરિણામસ્વરૂપે ૫૨ ટ્રેનો લેટ થઇ છે. અનેક ટ્રેનોના કાર્યક્રમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. વિજીબિલીટી ધુમ્મસના કારણે ૫૦ મીટર સુધી નીચે પહોંચી ગઈ છે.
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે સવારે ધુમ્મસની સ્થિતિ રહી હતી. ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઇ છે. છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જાવા મળી રહી છે. ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે.
આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં અનેક ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. અનેક ટ્રેનોના સમય બદલવામાં આવ્યા છે . સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુના સમયથી ધુમ્મસની ચાદર છવાયેલી જાવા મળી છે જેને લઇને દિલ્હી, એનસીઆર, નોઇડા સહિત છેક ઉત્તર પ્રદેશ સુધી પણ તેની અસર જાવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતથી સતત છવાયેલા રહેલા ધુમ્મસના પગલે વાહન વ્યવહાર ઉપર તેની ગંભીર અસરો જાવા મળી છે. જમ્મુ કાશ્મીરમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં ધુમ્મસની સૌથી ખરાબ અસર થઇ છે.
વિમાની અને ટ્રેન સેવાને અસર થઇ છે. કેટલીક લાંબા અંતરની ટ્રેન પણ મોડેથી દોડી રહી છે. ધુમ્મસના કારણે રેલવે બોર્ડે ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ સુધી અનેક ટ્રેનોને રદ કરી દીધી છે. ડિસેમ્બર મહિનામાં ધુમ્મસના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. રેલવે સ્ટેશન પર યાત્રી બેહાલ બન્યા છે. એક તરફ ધુમ્મસ અને બીજી તરફ ઠંડીમાં વધારાના કારણે લોકોને લાંબા સમય સુધી ઠંડીમાં ઠુઠવાઈને પણ ટ્રેનની રાહ જાવી પડી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે, ધુમ્મસે રેલવે ટાઈમ ટેબલ જેવું કંઇ રહેવા દીધું નથી. કોઇપણ ટ્રેનના સમયમાં વારંવાર ફેરફાર કરવા પડી રહ્યા છે.