Western Times News

Gujarati News

હલ્દી સેરેમનીમાં રાધિકા મર્ચન્ટે પસંદ કર્યાે હતો ફૂલોનો શણગાર

મુંબઈ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની સોમવારે યોજાઈ હતી. બીજા પ્રસંગોની જેમ આ પ્રસંગ પણ એક સ્ટાર સ્ટડેડ જાજરમાન ઇવેન્ટ બની રહી હતી.

જેમાં કન્યા રાધિકા મર્ચન્ટે અનોખા ડ્રેસમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાધિકાએ યલો લહેંગા પર સાચા ટગર અને ગલગોટાના ફુલોની ઓઢણી બનાવીને પહેરી હતી.

તેની સાથે તેણે સાચા ટગરનું ચોકર, લાંબો હાર, ઝૂમખાં, અને હાથ ફુલ પણ પહેર્યાં હતાં. જેમાં તે પરી જેવી લાગતી હતી. તો નીતા અંબાણીએ આ વખતે હૈદ્રાબાદી ટ્રેડિશનલ ખડા દુપટ્ટા સ્ટાઈલમાં એન્ટિક ઝરીનો ગોલ્ડન ડ્રેસ પહેર્યાે હતો.

જ્યારે શ્લોકા મહેતા અને ઇશા અંબાણીએ ટ્રેડિશનલ અને કલરફુલ ચણિયાચોળી પહેર્યાં હતાં. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહન્વી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજર રહ્યાં હતાં. જે બધાં જ હલ્દી હોલી રમ્યા હોય તેવી તેમની તસવીરો વાયરલ થઈ હતી.

આ ઇવેન્ટમાં ઉદિત નારાયણ અને રાહુલ વૈદ્યે પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ પરંપરા, સંગીત અને ઉજવણીથી ભરેલો હતો. જેમાં ‘મહેંદી લગા કે રખના’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘બોલે ચૂડિયાં’ જેવાં ગીતો પર બધાં નાચ્યાં હતાં. સાથે ડીજે સુમિત સેઠી પણ જોડાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.