Western Times News

Gujarati News

અપ્સરાને પણ ટક્કર મારી રહી છે સચિનની લાડલી સારા

મુંબઈ, ૧૨ જૂલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્ન થઈ ચુક્યા છે. કપલને આશીર્વાદ આપવાના કાર્યક્રમ થઈ રહ્યા છે. મુંબઈના આ ગ્રાન્ડ વેડીંગમાં દુનિયાભરમાં લગભગ તમામ મોટા સ્ટાર આવ્યા હતા. આ ખાસ લગ્નમાં ક્રિકેટ જગતના મહાન બેટ્‌સમેન રહી ચુકેલા સચિન તેંદુલકર પણ પોતાના પરિવાર સાથે આ લગ્નમાં આવ્યા હતા.

સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરે પોતાના આઉટફિટથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.લગ્નમાં સામેલ થયેલી સારા તેંદુલકરે પોતાના રોયલ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સારાએ અર્પિતા મહેતા દ્વારા ડિઝાઈન કરેલો લહેંગો શાનદાર રીતે પહેર્યો હતો. બેબી ઓર્કિડ અને રોઝ ગોલ્ડ રંગનો આ આઉટફિટ સુંદર રીતે તૈયાર કર્યો છે.

લહેંગા પર કાચનું વર્ક કરેલું છે. લહેંગાની બોર્ડરના મેચિંગનો રોઝ ગોલ્ડ પણ નેકલાઈન બ્લાઉથ ખૂબ જ શાનદાર લાગી રહ્યું છે. જેના પર હેવી મિરર વર્ક છે.

રોયલ લાગવા માટે સારાએ હેવી જ્વેલરી પહેરી છે. સારાએ પોતાના લુકને પુરો કરવા માટે ગોલ્ડન અને સફેદ રંગના નેકપીસ, મેચિંગ ઝુમખા, માંગટીકો અને એક હાથમાં હેવી બંગડી અને રિંગ્સ પહેરી છે. વાળને શાનદાર રીતે બનાવીને તેના પર ગજરો લગાવ્યો છે અને કુંદનની બિંદીથી પોતાના લુકને ટ્રેડિશનલ ટચ આપ્યો છે.

માર્ચના મહિનામાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગ ઈવેન્ટ શરુ થઈ હતી અને આ અગાઉ ડિસેમ્બરમાં કપલની ઈંગેજમેન્ટ પાર્ટી થઈ હતી. આ ખાસ અવસર પર ફિલ્મી જગતની મોટી મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. ૧૪ જૂલાઈ એટલે કે આજે અનંત અને રાધિકાનું ગ્રાન્ડ રિસેપ્શન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.