Western Times News

Gujarati News

અદાણી એરપોર્ટ પર સત્તાવાળાઓની મનમાની અને કોન્ટ્રાકટરોની દાદાગીરી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના અદાણી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક એરપોર્ટ પર ખાનગી કોન્ટ્રાકટરોની દાદાગીરી વધી ગઈ છે. રીક્ષાચાલક હોય છે. પેસેન્જરો હોય તેમની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવામાં આવી રહયું છે. કર્બસાઈડ પાર્કીય હોવા છતાં માત્ર લગેજ ઉતારવા પુરતા પણ પ્રવાસીઓના પરીજનોના વાહનોને ઉભા રહેવા દેવાય છે. પોલીસ દ્વારા રીક્ષાચાલકોની હેરાનગતિ કરવામાં આવી રહયા છે.

રીક્ષા ઉપાડીને લઈ જાય તો ઘરનું જીવન ગુજરાને ચલાવવાનો પ્રશ્ન ઉભો થાય છે. ખાનગી કોન્ટ્રાકટરોના માણસો રીક્ષા ચાલકો સાથે મારામારી કરે છે. પછી પોલીસ રીક્ષા ચાલકોની વાત સાંભળતી જ નથી. આમ પ્રવાસીઓથી માંડી રીક્ષા ચાલકો તમામને હાલાકી પડી રહી છે.

અદાણીએ પ્રાઈવેટ કોન્ટ્રાકટ એટલા બધા આપી દીધા છે. કે પેસેન્જર ફેસીલીટી મળતી નથી. ટ્રોલી મળતી નથી. પેસેન્જરોને વ્હીલચેર બુક કરાવે તો કોઈ ટ્રોલી લઈને હાજર હોતું નથી.દરેકે એરલાઈન્સે ટ્રોલીનું કાઉન્ટર ટર્મીનલ બિલ્ડીગની બહાર રાખવું જોઈએ જેથી પેસેન્જર સરળતાથી ટ્રોલી મેળવી શકે છે. લોડરોની જગ્યા ખાનગી કંપનીના માણસોનું પેસેન્જરોના સામાન અંદર લઈ જાય છે. તેનો ચાર્જ પણ વસુલ કરે છે.

એક એવી જ સેવા પ્રણામની છે. લગેજ બુક કરાવો તો પણ કોઈ માણસ લગેજ લેવા આવતું નથી. એરપોર્ટના સીઈઓ આલોક બ્રહ્મભટ્ટ સામે તેઓ ધરાર મનમાની ચલાવતા હોવાની અનેક ફરીયાદો ઉઠી છે. અને તેમની સામે સુવિધાના પરીપ્રેક્ષ્યમાં કોઈ જ ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાના આક્ષેપો થયા છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ એટલા બધા કામ ચાલી રહયા છે. કે, પેસેન્જરોને કેવી રીતે અંદર જવું તે ખબર પડતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.