Western Times News

Gujarati News

ઉમરગામ તાલુકામાં સૌથી વધુ  ૮ ઇંચ વરસાદ:- રાજ્યના છ તાલુકાઓમાં ૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાપલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચસુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચનવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૫ ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.   

 રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૨ જુલાઇ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૫૯ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ ૫૧ ટકાદક્ષિણ ગુજરાતમાં ૪૫ ટકાઉત્તર ગુજરાતમાં ૨૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

જયારે પારડીઓલપાડબારડોલીપાટણ – વેરાવળગણદેવીખંભાત મળી કુલ છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ ઉમરપાડાકપરાડાજામજોધપુરવાલોડધોળકાજામનગરવિસાવદરજલાલપોરવલસાડવાપી અને ખેરગામ મળી કુલ ૧૧ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડોલવણસુત્રાપાડાઘોઘાચિખલીવાલિયાધંધુકાનેત્રંગમાણાવદરરાજુલાવ્યારાભરૂચમાંગરોળ અને નાંદોદ મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમજ તલાલાબાવળાચોરાસીસાગબારાતારાપુરપોરબંદરડેડીયાપાડામાંડવીકરજણ અને ધરમપુર મળી કુલ ૧૦ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેસોનગઢધોરાજીતિલકવાડાઝગડીયાકેશોદજુનાગઢ શહેરભેસાણવંથલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇંચ કરત વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગરુડેશ્વરડાંગ- આહવાકલ્યાણપુરલાલપુરધારીસિનોરઉનાભાવનગરવાંસદાજોડિયાકોડીનારવઘઈસાયલાનડીયાદઅમરેલીખેડા અને સોજીત્રા મળી કુલ ૧૭ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.     


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.