Western Times News

Gujarati News

બોલિવૂડ કોરિયોગ્રાફર ફરાહ ખાનની માતાનું નિધન

મુંબઈ, ફેમસ બોલિવૂડ કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહ ખાન અને એમનાં નિર્દેશક ભાઇ સાજિદ ખાન પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ફરાહ ખાનની માતા મેનકા ઇરાનીનું શુક્રવારના રોજ નિધન થયું છે.

મેનકા ઇરાનીએ ૭૯ વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. ફરાહ અને સાજિદ ખાનની માતા મેનકા બાળ કલાકાર ડેઝી ઇરાની ઇને હની ઇરાનીની બહેન હતી. રિપોર્ટસ અનુસાર મેનકા છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતી. ફરાહ ખાન અને સાજિદ ખાનની માતા મેનકા ઇરાનીનાં નિધનનાં સમાચારથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. #FarahKhan’s residence after hearing the unfortunate news of Menka Irani’s demis

લગભગ બે અઠવાડિયાં પહેલાં ફરાહ ખાને માતાનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો હતો. માતાનાં આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. જો કે આ પોસ્ટ હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર છેલ્લાં ઘણાં દિવસોથી મેનકા ઇરાનીની તબિયત ખરાબ હતી. મેનકા ઇરાની સારવાર મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં ચાલી રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.