Western Times News

Gujarati News

તાપસી પન્નુએ પેરિસ ઓલમ્પિકમાં તિરંગો લહેરાવ્યો

મુંબઈ, તાપસી પન્નુ હાલ તેના પેરિસ પ્રવાસની મજા માણી રહી છે. તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર તેના ફૅન્સને આ સુંદર શહેરમાં તેનાં પહેલાં દિવસની ઝલક બતાવી હતી, જ્યાં હાલ ઓલિમ્પિકની રમતો પણ પૂર જોશમાં રમાઈ રહી છે.

તાપસીએ પહેલાં દિવસે પેરિસમાં ઓલમ્પિક રમતોની પણ મજા માણી હતી અને તિરંગો લહેરાવીને ઇન્ડિયન ટીમનો ઉત્સાહ પણ વધાર્યાે હતો. તાપસીએ આ બધી તસવીરો સહીત પેરિસની ગલીઓની પણ ઝલક બતાવી હતી.

મહત્વની વાત એ છે કે તેણે આ રમતો દરમિયાન અને શહેરની મુલાકાત દરમિયાન ભારતીય પોષાક એવી ગ્રીન સાડી પહેરી હતી. જે તેણે ક્રોપ ટોપ સાથે પહેરીને તેને મોડર્ન લૂક આપ્યો હતો. જ્યારે બીજી તસવીરોમાં તે સાડી નીચે સ્નીકર્સ પહેરીને ચાલતી અને ફરતી જોવા મળી હતી.

કેટલીક તસવીરોમાં તાપસીની સાથે તેની નાની બહેન શગુન પણ દેખાય છે. આ પોસ્ટની કેપ્શનમાં તાપસીએ લખ્યું હતું, “ડે ૧ અનંત સુધી ચાલ્યા કરો, પેરિસની સૌથી સુંદર ગગલીઓમાં ચાલી રહી છું (કારણ કે મિન્ડી આવું કહે છે)ગ્રુપ સ્ટેજથી નોકઆઉટ સ્ટેજ સુધી ચાલો.

દિવસ પુરો કરવાનો સમય થઈ ગયો છે!” સાથે તેણે પોતાની આવનારી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરૂબા’નું પ્રમોશન કરવાની તક પણ છોડી નહોતી. તેણે લખ્યું,“રાની ઇન પેરિસ, પેરિસ ઓલમ્પિક ૨૦૨૪” સાથે તેણે નેટફ્લિક્સને પણ ટૅગ કર્યું હતું.

સાથે તેણે પોતાની સાડીનું પણ પ્રમોશન કરીને બ્રાન્ડને ટૅગ કરીને લખ્યું,“મારો દિવસ વધુ રંગીન અને મજાનો બનાવવા માટે આભાર.” તાપસીની વિક્રાંત મેસ્સી અને સની કૌશલ સાથેની આ ફિલ્મ ૨ ઓગસ્ટથી નેટફ્લિક્સ પર જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.