મહિલા મોદીના પગે પડવા ગઇ તો મોદી પોતે મહિલાના પગ તરફ ઝૂકી ગયા
બેંગ્લુરૂ, કર્ણાટકમાં કાર્યક્રમના સમયે એવોર્ડ મેળવનારી કંચન વર્માએ પહેલાં મોદીનું અભિવાદન કર્યું જેનો મોદીએ હાથ જોડીને જવાબ આપ્યો. ત્યારબાદ કંચન વર્માએ મોદીને પગે લાગવાની કોશિશ કરી તો મોદીએ તેમને પગે લાગતાં રોક્યા અને પોતે તેમના પગ તરફ નમી ગયા.
તુમકુરમાં કૃષિ કર્મણ એવોર્ડમાં એક એવી ઘટના બની જેને મહિલા સન્માનનું ઉદાહરણ ગણી શકાય છે. મોદીએ મંચ પર એક એક કરીને રાજ્યના તમામ ખેડૂતોને સન્માનિત કર્યા આ સમયે એક મહિલાને એવોર્ડ મળ્યો અને તે એવોર્ડ લીધા બાદ મોદીને પગે લાગી રહી હતી. આ સમયે મોદીએ તેમને રોક્યા અને તેઓ પોતે તેમના પગ તરફ નીચે ઝૂકી ગયા. દાવો કરવામાં આવી રહ્યો છે કે કર્ણાટકમાં કાર્યક્રમના સમયે એવોર્ડ મેળવનારી કંચન વર્માએ પહેલાં મોદીનું અભિવાદન કર્યું જેનો મોદીએ હાથ જોડીને જવાબ આપ્યો. ત્યારબાદ કંચન વર્માએ મોદીને પગે લાગવાની કોશિશ કરી તો મોદીએ તેમને પગે લાગતાં રોક્યા અને પોતે તેમના પગ તરફ નમી ગયા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આ ઘટનાનો વીડિયો ટિ્વટર પર અપલોડ કર્યો છે. જેમાં મોદી મહિલાના પગ તરફ જૂકતા જોવા મળી રહ્યા છે. તેઓએ પોતાની ટિ્વટમાં લખ્યું છે કે દરેક મા અને દીકરીનું સન્માન! બેંગલુરુમાં જ્યારે એક મહિલાએ મોદીને પગે લાગવાની કોશિશ કરી તો મોદીએ ફક્ત તેને રોકી જ નહીં પરંતુ તેઓ પોતે મહિલાના પગ તરફ ઝૂકી ગયા. આ વીડિયો એ બતાવવાની કોશિશ કરી રહ્યો છે કે મોદીજી જે કહે છે તેને પોતાના આચરણમાં પણ ઉતારે છે.