Western Times News

Gujarati News

અમેરિકાએ પોતાનાં વિમાનોને પાક એર સ્પેસને ન વાપરવાની સલાહ આપી

નવીદિલ્હી, અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડ્‌વાઇઝરી ઇશ્યું કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી નહી કરવા માટે જણાવ્યું છે. એડ્‌વાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનમાં અમેરિકી વિમાન પર આતંકવાદી હુમલાની શક્યતા છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને એક નિવેદનમાં જણાવ્યું કે, વિમાન પાકિસ્તાની આતંકવાદી જુથનું નિશાન બની શકે છે. આ એક એડ્‌વાઇઝરી ત્યારે ઇશ્યું થઇ છે જ્યારે બે દિવસ પહેલા ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર અનેક પ્રદર્શનકરતાઓએ હુમલો કરી દીધો હતો.

એડ્‌વાઇઝરીમાં સ્પષ્ટ રીતે જણાવ્યું કે, આતંકવાદી સંગઠન અને કટ્ટરપંથીઓ તરફથી અમેરિકી વિમાનને ખતરો હોઇ શકે છે. એવા વિમાનો ખતરો હોઇ શકે છે જે વધારે નીચે ઉડ્‌યન કરી રહ્યા હોય. પાકિસ્તાનનાં કેટલાક આતંકવાદી સંગઠનો પર શંકા છે કે તેમની ઓળખ મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ સુધી થઇ ચુકી છે. શક્ય છે કે પાકિસ્તાનમાં સિવિલ એવિએશન પર તેના દ્વારા હુમલો થઇ શકે છે.

બગદાદમાં દૂતાવાસ પર હુમલા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને જવાબદાર ઠેરવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઇરાકમાં અમેરિકી દૂતાવાસ પર ઇરાન હુમલો કરાવી રહ્યું છે. આ અગાઉ અમેરિકાએ એક હવાઇ હુમલા માટે ઇરાન સમર્થિક એક જુથ પર હુમલો કર્યો હતો. જેમાં ૨૫ લોકોનાં મોત થયા હતા. અમેરિકાનો આરોપ હતો કે આ જુથનું અમેરિકી ઇજારેદારનાં મોત પાછળ હાથ છે. તેનાં વિરોધમાં ઇરાકનાં બગદાદમાં ઇરાની સમર્થક અમેરિકાની વિરુદ્ધ હલ્લાબોલ કરી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.