Western Times News

Gujarati News

ઓટીટી થ્રિલર ફિલ્મ ‘સીટીઆરએલ’માં અનન્યા બનશે કન્ટેન્ટ ક્રીએટર

મુંબઈ, અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અન તેનું ફેન ફોલોઈંગ પણ મોટું છે. રીલ લાઈફમાં અનન્યા પાંડે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો રોલ કરવાની છે. અનન્યા અને તેનો પાર્ટનર વિહાન સામત કન્ટેન્ટ ક્રીએટર છે અને તેમને ઘણાં લોકો ફોલો કરે છે.

સોશિયલ મીડિયાની આ હિટ જોડી વચ્ચે મનદુઃખ થાય છે અને તેઓ છૂટા પડે છે. ત્યારબાદ બંનેના જીવનમાં આવેલી ઉથલ-પાથલને આ ફિલ્મમાં રજૂ કરાઈ છે.

વિક્રમાદિત્ય મોટવાનેના ડાયરેક્શનમાંસોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કપલના છૂટા પડ્યા બાદ સર્જાયેલી ઉથલ-પાથલ રજૂ થશે સીટીઆરએલ બની રહી છે. આ ફિલ્મમાં અનન્યા અને વિહાનના લીડ રોલ છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મનું ૪ ઓક્ટોબરે પ્રીમિયર થવાનું છે.

ફિલ્મમાં અનન્યાએ નેલ્લા અવસ્થી અને વિહાને જો માસ્કરેન્સનો રોલ કર્યાે છે. તેઓ એકબીજાને ચાહતા હોવાથી સાથે રહે છે અને સાથે કામ કરે છે. નેલ્લા અને જોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ ચાહે છે. કોઈ કારણોસર તેમની વચ્ચે બ્રેકઅપ થાય છે અને સુંદર-આદર્શ લાગતી આ જોડીના બેહૂદા પાસાં બહાર આવે છે.

સોશિયલ મીડિયાના દુરુપયોગ અન તેની અંગત જીવન પર અસરોને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. અનન્યાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ દરેક વ્યક્તિ માટે છે. ટેકનોલોજી પર વધી રહેલી નિર્ભરતાને આ ફિલ્મમાં દર્શાવાઈ છે. આપણે ડિજિટલ લાઈફના કંટ્રોલમાં છીએ કે નહીં? તેવો સવાલ આ ફિલ્મમાં ઊભો કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.