Western Times News

Gujarati News

કોસ્મો પ્લાસ્ટેકે ઇન્ડિયન આઇસક્રીમ એક્સપો 2024માં ભાગ લેશે, રિજિડ પેકેજિંગ સોલ્યુશન્સને પ્રદર્શિત કરશે

નવી દિલ્હી28 ઓગસ્ટ2024: સ્પેશિયાલિટી ફિલ્મ્સમાં વૈશ્વિક સ્તરે અગ્રણી કોસ્મો ફિલ્મ્સના રિજિડ  પેકેજિંગ બિઝનેસ કોસ્મો પ્લાસ્ટેકે આઇસ-ક્રીમ ટ્રેડ અને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી માટે દક્ષિણ-એશિયામાં પ્રતિષ્ઠિત બી2બી ઇવેન્ટ ઇન્ડિયન આઇસક્રીમ એક્સપો, ગુજરાત 2024માં ભાગ લેવાની જાહેરાત કરી છે. 3-5 સપ્ટેમ્બર, 2024 દરમિયાન આયોજિત એક્ઝિબિશનના સ્ટેન્ડ નં. કે6 ખાતે કોસ્મો પ્લાસ્ટેક તેની રિજિડ  પેકેજિંગ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરશે.

આ એક્ઝિબિશનમાં કોસ્મો પ્લાસ્ટેક ટેક્નીકલ ફિલ્મ્સ અને રિજિડ  પેકેજિંગ સોલ્યુશન્સની વૈવિધ્યસભર શ્રેણી પ્રદર્શિત કરશે. તેમાં એવી પ્રોડક્ટ્સ સામેલ છે કે જે આઇસક્રીમ ઇન્ડસ્ટ્રીને પ્રોડક્ટની ગુણવત્તા જાળવવા માટે લાભાદાયી હોવાની સાથે-સાથે મૂલ્ય સર્જન અને ગ્રાહકોને આકર્ષકવામાં સહાયતા કરે છે. તેની કેટલીક પ્રોડક્ટ્સમાં શીટ (એચઆઇપીએસ, પીપી, પીઇટી), ઇન્જેક્શન મોડ્યુલ્ડ પ્રોડક્ટ્સ, થર્મોફોર્મ્ડ કન્ટેનર્સ, ઇન-મોલ્ડ લેબલ ફિલ્મ્સ, પેરલાઇઝ્ડ એન્ડ વ્હાઇટ ફિલ્મ્સ, લિડિંગ ફિલ્મ્સ અને મેટ  કોલ્ડ સીલ ફિલ્મ્સ સામેલ છે.

આ ભાગીદારી વિશે વાત કરતાં કોસ્મો ફર્સ્ટના બિઝનેસ હેડ (રિજિડ પેકેજિંગ) સંજય ચિંચોલકરે કહ્યું હતું કે, કોસ્મો પ્લાસ્ટેક અમારું નવું બિઝનેસ વર્ટિકલ છે અને ખૂબજ ટૂંકા સમયમાં અમે અમારા ગ્રાહકો વચ્ચે અમારી પ્રોડક્ટ્સ માટે વિશ્વાસ સંપાદિત કર્યો છે. આઇઆઇસીઇ જેવાં એક્ઝિબિશન નવા સંભવિત ગ્રાહકોને હાંસલ કરવાની અમને તક આપે છે. અમે પ્લેટફોર્મનો મહત્તમ લાભ લેવા તથા મુલાકાતીઓને અમારી વિશિષ્ટ ટકાઉ રિજિડ  પેકેજિંગ ઓફરિંગ બતાવવા સજ્જ છીએ.

કોસ્મો પ્લાસ્ટેકના રિજિડ  પેકેજિંગ સોલ્યુશન્સ ખાસ કરીને આઈસ્ક્રીમ ઉદ્યોગની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ છે. આ કન્ટેનર ઈન્જેક્શન મોલ્ડિંગ અને થર્મોફોર્મિંગ તકનીકો દ્વારા ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરીને ઉત્પાદિત ઉત્કૃષ્ટ દેખાવ, રક્ષણ, ટકાઉપણું અને વિશ્વસનીયતા પ્રદાન કરે છે. ભેજ-પ્રતિરોધક અને ટેમ્પર-પ્રૂફ ગુણધર્મો સાથે કોસ્મો પ્લાસ્ટેકના પેકેજિંગ આઈસ્ક્રીમ ઉત્પાદનોની તાજગી અને ગુણવત્તાની ખાતરી આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.