દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી
નવી દિલ્હી, દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્રણેય આતંકવાદીઓની વઝીરાબાદમાં ધરપકડ કરી છે. આની પાસે હથિયાર જપ્ત કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ આ ત્રણેય આતંકવાદીઓ સાથે પૂછપરછ કરી રહી છે.
ધરપકડ કરનાર ત્રણેય આતંકવાદી તમિલનાડુના રહેનાર છે. આતંકી પહેલા પણ ગુનાકીય ઘટનાને અંજામ આપી દીધા છે. ધરપકડ ત્રણેય આતંકવાદીઓએ વર્ષ 2014માં એક હિન્દુ નેતાની હત્યા કરી હતી. હિન્દુવાદી નેતાની હત્યા બાદ 6 લોકો તમિલનાડુથી ફરાર થઈ ગયા હતા. હત્યાના આરોપી ખુજા મોઈદ્દીન, અબ્દુલ નવાજ અને એક અન્ય વ્યક્તિ જેનું નામ અત્યાર સુધી ખબર પડી શકી નથી. પહેલા તે નેપાળ ભાગ્યા બાદમાં એનસીઆર અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હુમલો કરવાનું મોટુ ષડયંત્ર રચી રહ્યા હતા. તમામ શંકાસ્પદ ISISથી પ્રભાવિત છે. દિલ્હી પોલીસની સાથે આતંકવાદીઓની અથડામણ લગભગ 7 વાગે સવારે થઈ.
ત્રણેય આતંકવાદીઓનું વિદેશમાં બેઠેલા એક હેન્ડલર સાથે ઈનપુટ મળી રહ્યુ હતુ. ISISથી પ્રભાવિત આ આતંકવાદીઓમાં જોરદાર કટ્ટરતા ભરવામાં આવી છે. 6માંથી 3 નેપાળ ગયા અને બાકી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર એક એપથી હુમલો કરવાનો નિર્દેશ મળી રહ્યો હતો. પોલીસ હવે કડકાઈથી આતંકવાદીઓની પૂછપરછ કરી રહી છે સાથે તેમની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરી રહી છે. ધરપકડ કરાયેલા આતંકી કઈ ઈચ્છાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી આવ્યા હતા. પોલીસ દરેક એન્ગલથી તપાસ કરી રહ્યા છે.