Western Times News

Gujarati News

ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરિય બેઠક મળી: અમિત શાહ-અજિત ડોભાલ હાજર

નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠક ગૃહ મંત્રાલયમાં થઈ રહી છે. બેઠકમાં IB ચીફ અરવિંદ કુમાર અને અર્ધસૈનિક દળોના સિનિયર અધિકારીઓ પણ હાજર છે. એવી જાણકારી મળી રહી છે કે, બેઠકમાં સુરક્ષા પર ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે ગુરુવારે ISISના ત્રણ આતંકીઓની ધરપકડ કરી. ત્રણેય આતંકીઓની ધરપકડ વજીરા બાદથી થઈ. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આતંકી તમિલનાડુંના રહેવાસી છે ત્યારે ગૃહ મંત્રાલયની મળેલી આ બેઠકમાં સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.