Western Times News

Gujarati News

સાઉથ ઇન્ડિયન સિનેમામાં ભાષા પર પકડ જરૂરીઃ શાહિદ કપૂર

મુંબઈ, શાહિદ કપૂર તાજેતરમાં આઈફાની ગ્રીન કાર્પેટ પર જોવા મળ્યો હતો, જ્યાં તેણે સાઉથ ઇન્ડિયન સિનેમામાં કામ કરવાના તેના આયોજન વિશે વાત કરી હતી.

આ ફિલ્મોની સરાહના કરતા તેણે સાઉથની ભાષાઓ પર પકડ ધરાવાના અને યોગ્ય રીતે ડાયલોગ બોલવાના મહત્વ વિશે પણ વાત કરી હતી. શાહિદે કહ્યું,“હું તો એ ફિલ્મ કરવા માટે તૈયાર છું, પણ મને બસ એક જ ડર છે કે હું દર્શકોની ભાષા બાબતને અપેક્ષાઓ પર ખરો ઉતરી શકીશ કે નહીં.

મારે એટલી તૈયારી કરવી છે કે હું યોગ્ય રીતે કામ આપી શકું.” જ્યારે શાહિદને તેની મનપસંદ સાઉથની ઇન્ડસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું, “હું તેમાંથી કોઈના વિશે ખાસ જાણતો નથી. તેથી જે ફિલ્મ મેકર મારા પર વિશ્વાસ મુકે અને મને તેમની ફિલ્મ વિશે યોગ્ય રીતે સમજાવે તેની ફિલ્મ માટે હું તૈયાર છું.” શાહિદ આગામી ફિલ્મ ‘દેવા’માં કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે પૂજા હેગડે લીડ રોલમાં છે.

આ ફિલ્મ રોશન એન્ડ્‌‰ઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. જેમાં શાહિદ એક પોલિસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ એક સસ્પેન્સ ફિલ્મ છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ રિલીઝ થશે. શાહિદ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.