Western Times News

Gujarati News

ગાંધીનગર ખાતે નવનિર્મિત SPIPA કેમ્પસનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA)ના ગાંધીનગર ખાતે નવનિર્મિત કેમ્પસ તથા અમદાવાદ ખાતેની નવીન ઓફિસર્સ હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 23 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં ઉજવાઈ રહેલ ‘વિકાસ સપ્તાહ‘ અંતર્ગત કરવામાં આવેલ આ લોકાર્પણના અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ સ્વરાજ પછી સુરાજ્યની દિશા આપીને સરકારી વહીવટને અસરકારી બનાવવાની પ્રેરણા આપી છે.

તેમણે આધુનિક સિવિલ સર્વિસના આર્કિટેક સરદાર વલ્લભભાઈ પટેલના ઉલ્લેખ સાથે સરકારના કર્મયોગીઓ જનહિતનાં કામો નિષ્ઠાથી નિભાવીને ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’નાં લક્ષ્યને સિદ્ધ કરવામાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.