સંજેલીની હોટલો દુકાનોમાં ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓચિંતી તપાસ
(પ્રતિનિધિ) સંજેલી: સંજેલી તાલુકા મથકે આવેલી કરિયાણા અને હોટલો માં દાહોદ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ચેકિંગ દરમિયાન મરચું હળદર પાઉડર લૂઝ ધી અને રતલામી સેવ સહિતના ચાર નમૂના લેવામાં આવ્યા જ્યારે એક્સ્પાયરી ઠંડા પીણાની સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો વગર લાઇસન્સે ધમધમતી ૧૨ જેટલી દુકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી
મકરસંક્રાંતિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દાહોદ ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંજેલી તાલુકા મથકે ગુરુવારના રોજ કરિયાણાની દુકાન તેમજ હોટલોમાં ખાદ્ય પદાર્થો તેલ ઠંડા પીણા સહિત ની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી
તપાસ દરમિયાન સંજેલી સંતરામપુર રોડ પર આવેલી સત્કાર હોટલ માંથી રતલામી સેવ ઝાલોદ રોડ પર આવેલ જઙ્ઘદ્બ શોપિંગ સેન્ટરમાં અંબિકા દુધર્ગાલય માથી લુઝ ધી લલિત વાગરેચા નિ કરિયાણાની દુકાનમાંથી ગજાનંદ માર્કાની મરચું હળદર પાઉડર ના સહિત શંકા જતાં ચાર જેટલા નમૂના લેવામાં આવ્યા હતા નાસ્તાની દુકાનો માં વપરાતું તેલમાં ટિ પી સી મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જ્યારે અન્ય દુકાનોમાંથી એક્સપાઇટેડ થયેલાં ઠંડા પીણાંનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે વગર લાઇસન્સે ધમધમતી ૧૨ જેટલી દુકાનો ને લાઇસન્સ લેવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી
બોક્સ સંજેલી ખાતે આવેલી હોટલોમાં તેમજ ચા નાસ્તાની દુકાનોમાં મોટા ભાગે ઘરેલું ગેસનો વ્યવસાયિક સ્થળે ઉપયોગ કરવામાં આવે છે તેમજ હોટલ મા નાસ્તાઓ પણ ખુલ્લામાં મુકી રાખવામાં આવતા હોવાથી માખીઓ બમતિ જોવા મળતી હોય છે.*