નિર્ભયા ગેંગરેપ આરોપી મુકેશનો ખુલાસો: મારી સાથે જેલમાં જ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું
નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન એક સનસની ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું છે કે, તિહાડ જેલમાં તેને પરાણે સેક્સ કરાવવામાં આવ્યું. તે પણ આ કેસના અન્ય દોષિત સાથે જ મુકેશે તેના ભાઈ રામસિંહે જેલમાં આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા કરી દેવામાં આવી હતી.
મુકેશે ૧લી ફેબુઆરીએ ડેથ વોરંટ ટાળવા અને રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આજે આ મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દોષિત મુકેશે આ ખુલાસા કર્યા હતા.
નિર્ભયા કેસના દોષિતો સજા લંબાવવા રોજ નવા ગતકડા કરી રહ્યાં છે. આજે ડેથ વોરંટ ટાળવાની મુકેશની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં મુકેશે ધડાકો કર્યો હતો કે તેને નિર્ભયાના અન્ય એક દોષિત અક્ષય સાથે શારીરિક સંબંધો બાંધવા મજબુર કરવામાં આવ્યો હતો. જેલમાં તે મોતથી પણ બદતર જીંદગી જીવી રહ્યો છે. આ ઘટના તિહાડ જેલમાં જ બની હોવાનો મુકેશે દાવો કર્યો છે.
અંજના પ્રકાશે કહ્યું હતું કે, જ્યારે મુકેશ સાથે શારીરિક શોષણ કરવામાં આવ્યું ત્યારે ત્યાં જેલ અધિકારી પણ હાજર હતાં, પરંતુ તેમને કોઈ જ મદદ કરી નહીં. મુકેશના વકીલે આરોપ લગાવ્યો હતો કે, મુકેશને તે સમયે હોસ્પિટલ પણ નહોતો લઈ જવાયો. બાદમાં તેને દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મુકેશની વકીલે કહ્યું હતું કે, મુકેશનો તે મેડિકલ રિપોર્ટ ક્યાં છે ?
આ ઉપરાંત વધુ એક ખુલાસો કરતા દોષિત મુકેશની વકીલ અંજના પ્રકાશે કહ્યું હતું કે, આ કેસના અન્ય એક આરોપીની જેલમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. મુકેશે પણ દાવો કર્યો હતો કે, આરોપીઓમાંથી એકની આત્મહત્યા નહોતી. હકીકતમાં તેની હત્યા કરવામાં આવી હતી. પરંતુ વર્ષો સુધી આ વાત છુપી રાખવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી દધી છે અને તે ૧લી ફેબ્રુઆરીએ ફાંસી આપવાની તારીખ જાહેર કરી છે. આ નિર્ણયને લંબાવવા અને જેમ તેમ કરીને સમય પસાર કરવા આ પ્રકારના દાવા કરી રહ્યો છે. જાહેર છે કે નિર્ભયા કેસમાં ૬ લોકો દોષિત હતા. તેમાંથી એક રામસિંહે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય એક સગીર પોતાની સજા પુરી કરી ચુક્યો છે. જ્યારે બાકીના અન્ય ચારને કોર્ટે ફાંસી આપી છે. આ ચાર દોષિતોમાં પવન ગુપ્તા, મુકેશ સિંહ, વિનય શર્મા અને અક્ષય ઠાકુરનો સમાવેશ થાય છે.