નડિયાદ એસટી ડેપોમાં પડેલા મોટા ખાડા મુસાફરો માટે માથાના દુખાવા સમાન બન્યા

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદના એસટી ડેપોમાં આવેલા બસ સ્ટેન્ડ ની હાલત સાવ બિસ્માર બની ગઈ છે બસ સ્ટેન્ડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે તેમાં વરસાદી પાણી ભરાઈ રહે છે બસ બસ સ્ટેન્ડમાં પ્રવેશે એટલે જ્યારે ધરતીકંપના આજકા લાગતા હોય તેમ મુસાફરો આજકા અનુભવે છે બસ સ્ટેન્ડમાં પડેલા ખાડા વહેલી તકે પુરવા મુસાફરોની માંગ છે.
નડિયાદમાં વર્ષો અગાઉ જૂનું અને નવું એમ બે બસ સ્ટેન્ડ હતા પરંતુ નવા બસ સ્ટેન્ડ ની જગ્યા પર હાલમાં કામ ચાલતું હોય જુના બસ સ્ટેન્ડમાં થી બંને બસ સ્ટેન્ડનીબસ નું સંચાલન, કરવામાં આવે છે જોકે જુના બસ સ્ટેન્ડ ની હાલત અગાઉથી બીસ્માર. હતી
એમાં વળી બે બસ સ્ટેન્ડ ભેગા કરાતા હાલત વધુ ખરાબ બની છે બસ સ્ટેન્ડ ની અંદર મોટા મોટા ખાડા પડી ગયા છે જેમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે એટલું જ નહીં બસ સ્ટેન્ડમાં બસ પ્રવેશે છે એટલે જાણે ધરતીકંપના આજકા આવતા હોય તેમ મુસાફરોને આજકા લાગે છે બસના વિલ ખાડામાં પડતા હોય ખાડામાં ભરાયેલું પાણી બસ સ્ટેન્ડની અંદર ઉભેલા મુસાફરોના કપડાં બગાડી રહ્યો છે તેમજ બસ સ્ટેન્ડમાં ચાલવાની પણ જગ્યા રહેતી નથી
જેના કારણે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે અવારનવાર આ બાબતને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ એસટી તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે માત્રને માત્ર વેઠ ઉતારવામાં આવતી હોય બે પાંચ દિવસમાં જેસે થે તેવી સ્થિતિ સર્જાઈ જાય છે જેના કારણે મુસાફરની સમસ્યાનો ઉકેલ આવતો નથી આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં મુસાફરોને ઊભા રહેવાની પણ તકલીફ પડે છે
પતરાની છત પરથી વરસાદે પાણી મુસાફરોને ભીજવી રહ્યું છે તેમજ બસ સ્ટેન્ડમાં રખડતી ગાયો મુસાફરોને શીંગડે ચડાવે છે તેમ જ ગમે ત્યાં પોદરા કરતી હોય મુસાફરોના કપડા અને પગ બગડે છે છેલ્લા ઘણા સમયથી મુસાફરો આ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે એમાંય વળી ચોમાસામાં મુસાફરોની હાલત સાવ કફોડી બની જાય છે છતાં પણ એસ.ટી ના ડેપો મેનેજર આ બાબતે કાંઈ કરતા ન હોવાની બુમો ઉઠવા પામી છે.